કર્ણાટકમાં HMPV વાયરસના બે કેસ, સ્વાસ્થ્ય મંત્રીએ તાત્કાલિક બોલાવી બેઠક

January 06, 2025

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે કેસ મળ્યા છે. જેમાં 3 માસની બાળકી અને 8 માસનું બાળક સંક્રમિત થયું છે. દેશભરમાં શ્વસન સંબંધી બિમારીઓ પર દેખરેખ રાખવા માટે ICMRના પ્રયાસોના ભાગરૂપે, બહુવિધ શ્વસન વાયરલ પેથોજેન્સ માટે નિયમિત દેખરેખ દ્વારા બંને કેસોની ઓળખ કરવામાં આવી હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે. આ અંગે કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું હતુ.

ચીનમાં HMPV વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના પ્રકોપને જોતા ચીનના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ચીનના ઘણા વિસ્તારોમાં સ્થિતિ વણસી ગઈ છે. ચીનમાં ફરી એકવાર માસ્કનો યુગ પાછો ફર્યો છે. હજારો લોકો આ વાયરસથી સંવેદનશીલ છે. વૃદ્ધો અને બાળકોમાં ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હોસ્પિટલોની બહાર દર્દીઓની કતારો જોવા મળી રહી છે. બાળ વોર્ડમાં દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.