120 કમાન્ડો સિરિયામાં ઘૂસ્યા અને અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેક્ટરી તબાહ કરી: ઓપરેશન મેની વેઝ
January 03, 2025
સિરિયા : ઈઝરાયલની સેનાએ સીરિયામાં એક સિક્રેટ મિશન અંગે મોટો ખુલાસો કર્યો છે. આઈડીએફે (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) જણાવ્યું કે, ઈઝરાયલના 120 કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં જમીનની નીચે ચાલી રહેલી મિસાઈલ ફેક્ટરીને પણ નષ્ટ કરી હતી. ઈઝારયલે આ સિક્રેટ મિશનને 8 સપ્ટેમ્બર, 2024ના રોજ અંજામ આપ્યો હતો. તેની જાહેરાત હવે કરી છે. ઈઝરાયલે આ સિક્રેટ મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું હતું. જેને ઈઝરાયલની ઘાતકી સેના શાલડાગ યુનિટે માત્ર 3 કલાકમાં અંજામ આપ્યો હતો.
ઈઝરાયલની સેનાએ જણાવ્યું કે, ઈરાનની આ મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસયફ વિસ્તારમાં જમીનના 70થી 130 મીટર નીચે અંડરગ્રાઉન્ડમાં કાર્યરત હતી. જ્યાં ઘાતકી મિસાઈલોનું નિર્માણ થઈ રહ્યું હતું. જેનો લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર-અલ-અસદન સેનાને સપ્લાય થતો હતો. આ ફેક્ટરીને નષ્ટ કરવામાં આવી હતી.
ઈઝરાયલની સેનાના કમાન્ડોએ આ સિક્રેટ મિશનને સીરિયાની 200 કિમી રેન્જમાં ઘૂસીને અંજામ આપ્યો હતો. સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેને અટકાવવામાં નિષ્ફળ રહી હતી. આ મિશનમાં ઈઝરાયલની સેનાને કોઈ નુકસાન થયુ ન હતું.
Related Articles
હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસી સહિત 19ને બાયડેને અમેરિકાનું સર્વોચ્ચ પારિતોષિક આપ્યું
હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસ...
અમેરિકા-યુરોપમાં બરફનું તોફાન, 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, બ્રિટનમાં 40 સે.મી. હિમવર્ષા
અમેરિકા-યુરોપમાં બરફનું તોફાન, 2000થી વધ...
Jan 06, 2025
ભારતીય મૂળની ટેક કંપનીઓએ 2024માં કુલ H1B વિઝાનો 1/5 હિસ્સો મેળવ્યો
ભારતીય મૂળની ટેક કંપનીઓએ 2024માં કુલ H1B...
Jan 06, 2025
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં પ્રથમ કેસ મળ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં...
Jan 06, 2025
શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડાઈ યથાવત્, લદાખમાં બે ગેરકાયદે પ્રાંત બનાવવાની જાહેરાત
શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડા...
Jan 04, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર, હશ મની કેસમાં સજા સંભળાવાશે
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા...
Jan 04, 2025
Trending NEWS
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
Jan 06, 2025