ઇઝરાયેલી કમાન્ડોએ સીરિયામાં ઈરાનની મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી
January 04, 2025
ઇઝરાયેલી વાયુ સેનાએ ગુરુવારે ખુલાસો કર્યો હતો કે, તેણે સીરિયામાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ઇઝરાયેલી વાયુ સેનાએ જણાવ્યું કે તે તેના સૌથી મુશ્કેલ અને જાંબાજ મિશનમાંનું એક ઓપરેશન હતું, જેનું કોડનેમ ઓપરેશન મેની વેઝ હતું. જેમાં સ્પેશિયલ ફોર્સના 120 કમાન્ડોએ સીરિયામાં ઘૂસીને ઈરાન ફંડેડ અંડરગ્રાઉન્ડ મિસાઇલ ફેક્ટરી નષ્ટ કરી નાખી હતી.
ઇઝરાયેલે જણાવ્યું કે આ ગુપ્ત અને મહત્ત્વપૂર્ણ ઓપરેશન ગઈ આઠ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનની આ મિસાઇલ ફેક્ટરીમાં બનેલી મિસાઇલોનો ઉપયોગ હિઝબુલ્લાહ અને સીરિયાની અસદ સરકાર દ્વારા કરવામાં આવતો હતો. જે ફેક્ટરી પર હુમલો કરવામાં આવ્યો તે સાયન્ટિફિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના નામથી અને ડીપ લેયરના નામે ઓળખાતી હતી; જે સીરિયામાં રાજધાની અલેપ્પોની નજીક આવેલી પહાડી પર સ્થિત હતી.
આ ફેક્ટરી ઇઝરાયેલી સીમાથી સીરિયામાં લગભગ 200 કિમી દૂર હતી. હિઝબુલ્લાહને હથિયારોની સપ્લાય માટે આ ફેક્ટરી ઘણી મહત્ત્વની હતી. આ ઓપરેશનમાં ઇઝરાયેલના એક પણ સૈનિકનું મૃત્યુ નહોતું થયું. હવે, અસદ સરકાર સીરિયાની સત્તામાંથી બહાર થયા બાદ આ ઓપરેશનની માહિતી જાહેર થઈ છે.
Related Articles
હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસી સહિત 19ને બાયડેને અમેરિકાનું સર્વોચ્ચ પારિતોષિક આપ્યું
હીલેરી ક્લિન્ટન જ્યોર્જ સોરેસ લિયોનલ મેસ...
અમેરિકા-યુરોપમાં બરફનું તોફાન, 2000થી વધુ ફ્લાઈટ્સ રદ, બ્રિટનમાં 40 સે.મી. હિમવર્ષા
અમેરિકા-યુરોપમાં બરફનું તોફાન, 2000થી વધ...
Jan 06, 2025
ભારતીય મૂળની ટેક કંપનીઓએ 2024માં કુલ H1B વિઝાનો 1/5 હિસ્સો મેળવ્યો
ભારતીય મૂળની ટેક કંપનીઓએ 2024માં કુલ H1B...
Jan 06, 2025
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં પ્રથમ કેસ મળ્યો, 8 મહિનાની બાળકી સંક્રમિત
ચીનમાં ફેલાઈ રહેલા HMPV વાઈરસનો ભારતમાં...
Jan 06, 2025
શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડાઈ યથાવત્, લદાખમાં બે ગેરકાયદે પ્રાંત બનાવવાની જાહેરાત
શાંતિ મંત્રણા ફક્ત દેખાડો, ચીનની અવળચંડા...
Jan 04, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા કોર્ટમાં થશે હાજર, હશ મની કેસમાં સજા સંભળાવાશે
ડોનાલ્ડ ટ્રમ્પ પર મોટું સંકટ, શપથ પહેલા...
Jan 04, 2025
Trending NEWS
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
06 January, 2025
Jan 06, 2025