અમદાવાદના બોપલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો કેસ, એક આરોપીનો ચહેરો ઓળખાયો

January 03, 2025

અમદાવાદ : રાજ્યમાં ચોરી, લૂંટ, મારામારીની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે  અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ફેબ્રુઆરી) જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ ચાર શખસો લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં દુકાનમાં હેલ્પેટ પહેરીને આવેલા શખસનો ચહેરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવા મળ્યો હતો. દુકાનદારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરૂવારે (2 ફેબ્રુઆરી) ચાર લૂંટારુ હેલ્મેટ, મો પર નકાબ બાંધી કનકપુરા જ્વેલર્સની દુકાનમાં ઘુસ્યા હતા અને બંદૂકની અણીએ રૂ.73.10 લાખના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં હેલ્મેટ પહેરીને દુકાનમાં આવેલા શખસનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યો. પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.