Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

વલસાડમાં વહેલી સવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, લોકો ઘરની બહાર દોડ્યા

January 06, 2025

ગુજરાતના કચ્છ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા  3.7 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ  વલસાડથી 39 કિમી દૂર ઉમરગામ તાલુકાના સરહદે આવેલા મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાના તલાસરી કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસા આજે વહેલી સવારે 4:35 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી 39 કિમી દૂર નોંધાયું હતું. વહેલી સવારે પાલઘર જિલ્લાના તલાસરીમાં વારાફરતી ભૂકંપના બે હળવા આંચકા અનુભવાયા હતા. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા ગામોમાં ભૂકંપ અનુભવાયો હતો. 

ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે.