સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો દાઝ્યા, રહીશો ઉંઘમાંથી ઉઠીને દોડ્યા
January 07, 2025
સુરતના પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 6 લોકો દાઝી ગયા છે. ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વહેલી સવારે ઘોર નિંદ્રામાં સૂતા લોકો પણ ઉઠી દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતના પુણા ગામમાં આવેલી રાધે કૃષ્ણ સોસાયટીમાં એક ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસ વિસ્તારના લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા અને અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
સ્થાનિક રહીશો દ્વારા સિલિન્ડર બ્લાસ્ટના બનાવની ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
Related Articles
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પરોઢિયે ટ્રક પાછળ ઘૂસી કાર, 3નાં મોત
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અક...
32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી:500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી
32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી:50...
Jan 07, 2025
અમદાવાદમાં HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી હૉસ્પિટલને નોટિસ
અમદાવાદમાં HMPV વાઇરસનો પહેલો કેસ, માહિત...
Jan 06, 2025
ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિ...
Jan 06, 2025
ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ
ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવ...
Jan 06, 2025
'આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર હતું પાટીદાર આંદોલન', ઉદ્યોગપતિ કરસન પટેલનું સ્ફોટક નિવેદન
'આનંદીબેનને હટાવવાનું ષડયંત્ર હતું પાટીદ...
Jan 06, 2025
Trending NEWS
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 08, 2025