કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ગણાવતા ભડક્યાં કેનેડિયન લીડર્સ
January 08, 2025
જસ્ટિન ટ્રુડોએ પહેલીવાર અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપ્યો છે. રાજીનામાની જાહેરાત કરનાર કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું છે કે કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને અમેરિકાના 51માં રાજ્ય તરીકે સંબોધતા જોવા મળે છે. આટલું જ નહીં, ઘણી વખત તેણે જસ્ટિન ટ્રુડોને 51માં અમેરિકન રાજ્યના ગવર્નર પણ કહ્યા છે. ટ્રમ્પની આ ટિપ્પણીઓ બાદ જ જસ્ટિન ટ્રુડો અને કેનેડાના વિદેશ મંત્રીના નિવેદનો આવ્યા છે. બીજી બાજુ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે મેપ શેર કર્યા છે. તેમાંથી એક મેપમાં કેનેડાને અમેરિકામાં બતાવ્યું છે તો બીજા મેપમાં કેનેડા અંગે તેમના ઈરાદા જાહેર કરી દીધા છે. જેને લઇને વિવાદ છંછેડાયો છે.
જસ્ટિન ટ્રુડોએ ટ્વિટ કર્યું કે, કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઇ શક્યતા નથી. ટ્રુડોએ વધુમાં જણાવ્યું હતું કે બંને દેશોના કર્મચારીઓ અને સમુદાયો એકબીજાના સૌથી મોટા વેપાર અને સુરક્ષા ભાગીદારો છે અને બંનેને તેનો લાભ મળે છે.
જ્યારે કેનેડાના મોટા નેતા જગમીતે કહ્યું કે, 'બકવાસ બંધ કરો ડોનાલ્ડ. કોઈ કેનેડિયન તમારી સાથે જોડાવા માંગતા નથી. અમને કેનેડિયન હોવાનો ગર્વ છે. આપણે જે રીતે એકબીજાની સંભાળ રાખીએ છીએ અને આપણા દેશનું રક્ષણ કરીએ છીએ તેના પર અમને ગર્વ છે. તમારા હુમલાઓ સરહદની બંને બાજુની નોકરીઓને અસર કરશે. તમે કેનેડિયનોની નોકરી લેવા આવ્યા છો, અમેરિકનોએ કિંમત ચૂકવવી પડશે.
ટ્રુડો ઉપરાંત કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. જોલીએ પણ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ દર્શાવે છે કે તેમને એ વાતની ખબર નથી કે કેનેડાને કઈ વાતો મજબૂત દેશ બનાવે છે. અમારું અર્થતંત્ર મજબૂત છે. અમારા દેશના લોકો મજબૂત છે. ધમકીઓ સામે અમે ક્યારેય પીછેહઠ કરીશું નહીં.
કેનેડામાં વિપક્ષના નેતા પિયરે પોલીવેરે પણ આ મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે 'કેનેડા એક મહાન અને આઝાદ દેશ છે. અમેરિકા અમારો શ્રેષ્ઠ મિત્ર દેશ છે. અમે અમેરિકન્સને અલ-કાયદા દ્વારા 9/11ના હુમલાનો જવાબ આપવામાં મદદ કરવા માટે અબજો ડોલર ખર્ચ્યા અને સેંકડો લોકોએ બલિદાન આપ્યા. અમે અમેરિકાને અબજો ડોલરની ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણપણે ભરોસાપાત્ર ઉર્જાનો સપ્લાય કરીએ છીએ જે બજાર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે છે.
પોલીવેરે વધુમાં જણાવ્યું હતું કે, 'અમે સેંકડો અબજ ડોલરની કિંમતનો અમેરિકન સામાન ખરીદીએ છીએ. અમારી નબળી અને દયનીય NDP-લિબરલ સરકાર આ મુદ્દાઓ પર સ્પષ્ટ વાત કરવામાં નિષ્ફળ રહી છે. હું કેનેડા માટે લડીશ. જ્યારે હું વડાપ્રધાન બનીશ, ત્યારે અમે અમારા સૈન્યનું પુનઃનિર્માણ કરીશું અને કેનેડા તથા અમેરિકા બંનેને સુરક્ષિત કરવા માટે સરહદ પર નિયંત્રણ પાછું લઈશું. કેનેડાને અમે પ્રાથમિકતા આપીશું.
Related Articles
‘તું હવે કેનેડાની ગર્વનર નથી’, મસ્કે જસ્ટિન ટ્રુડોને છોકરી કહી ભારે ફજેતી કરી
‘તું હવે કેનેડાની ગર્વનર નથી’, મસ્કે જસ્...
કેનેડાના નવા વડાપ્રધાનની પસંદગી કરવાની જવાબદારી ભારતીય મૂળના સચિત પર
કેનેડાના નવા વડાપ્રધાનની પસંદગી કરવાની જ...
Jan 07, 2025
કેનેડાના PM બનવાની રેસમાં બે ભારતીય મૂળના નેતા: અનિતા આનંદ બાદ જ્યોર્જ ચહલનું નામ પણ ચર્ચામાં
કેનેડાના PM બનવાની રેસમાં બે ભારતીય મૂળન...
Jan 07, 2025
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી ઉડાડી, કેનેડાને ફરી અમેરિકાનું રાજ્ય બનવા ઑફર
ટ્રુડોના રાજીનામાં બાદ ટ્રમ્પે ફરી ઠેકડી...
Jan 07, 2025
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પદ પરથી રાજીનામું આપ્યું
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પદ પરથી રાજીન...
Jan 06, 2025
Trending NEWS
08 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 09, 2025