રશિયાએ 38,000 સૈનિકો ગુમાવ્યા : ઝેલેન્સ્કીનો દાવો

January 08, 2025

યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કુર્સ્ક ક્ષેત્રમાં અમારી કાર્યવાહીને આજે પાંચ મહિના પૂરા થઈ ગયા છે. અમે રશિયન ક્ષેત્રમાં બફર ઝોનને જાળવી શક્યા છીએ. ત્યાં તેમની સૈન્યશક્તિને નષ્ટ કરી રહ્યા છીએ. કુર્સ્ક અભિયાન દરમિયાન દુશ્મનોએ પોતાના લગભગ 38,000 સૈનિકો ગુમાવ્યા છે.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ કુર્સ્કમાં પોતાના સૌથી મજબૂત સૈનિકોને તહેનાત કર્યા હતા. જેમાં ઉત્તર કોરિયાના સૈનિકો પણ સામેલ હતા. મહત્ત્વની વાત એ છે કે એ લોકોને હવે અન્ય મોરચા માટે ફ્રી આદેશ નહીં આપી શકાય. આ સાથે જ, ઝેલેન્સ્કીએ પોતાના સૈનિકોની સરાહના કરી હતી. તેમણે કહ્યું, હું અમારા બધા યોદ્ધાઓનો આભાર માનું છું. તેમણે યૂક્રેનને વધારે સુરક્ષા અને શક્તિ આપ્યાં છે.યૂક્રેને રવિવારે કુર્સ્કમાં જવાબી હુમલા કર્યા હતા.