‘તું હવે કેનેડાની ગર્વનર નથી’, મસ્કે જસ્ટિન ટ્રુડોને છોકરી કહી ભારે ફજેતી કરી

January 09, 2025

કેનેડાના ભારત સાથે સંબંધ બગાડનારા પૂર્વ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુ઼ડો છેલ્લા થોડાક દિવસોથી ઇલોન મસ્કના નિશાના પર છે. જોકે,  બુધવારે (8 જાન્યુઆરી) મસ્કે ટ્રુડોની એવી ફજેતી કરી છે કે જેની

કોઇએ કલ્પના પણ નહોતી કરી. હકિકતમાં, તાજેતરમાં એવા અહેવાલ વહેતા થયા છે કે સત્તા સંભાળતા જ ટ્રમ્પ કેનેડા પર હુમલો કરશે. આ વાત પર ટ્રુડોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેના પર મસ્કે પ્રહાર

કરતા કહ્યું હતું કે, 'છોકરી, તું હવે કેનેડાની ગવર્નર નથી.'

જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, 'આ વાતની કોઇ સંભાવના નથી છે કે કેનેડા અમેરિકાનો ભાગ બનશે. બંને દેશોનાં વર્કર અને સંસ્થાઓ એક બીજાના સૌથી મોટા ટ્રેડિંગ અને

સિક્યોરિટી પાર્ટનર છે.' મસ્કે આના પર ટ્રુડોની ફજેતી કરતા લખ્યું કે, 'છોકરી, તું હવે કેનેડાની ગવર્નર નથી, માટે તું જે કંઇ પણ કહી રહી છે, એનાથી કોઇ ફરક પડશે નહીં.'

પોસ્ટ કર્યાના થોડા સમય પછી, મસ્કએ એક વીડિયો પણ શેર કર્યો, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ વાયોલિન વગાડતા જોવા મળે છે અને જસ્ટિન ટ્રુડો નીચે વિનંતી કરતા જોવા મળે છે. આ ઉપરાંત બે દિવસ પહેલાં જસ્ટિન

ટ્રુડોએ કેનેડાના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું ત્યારે પણ મસ્કે પોસ્ટ શેર કરી કટાક્ષ કર્યો હતો કે, 'મહાન લોકોની વાપસીની ઉજવણી થવી જોઈએ. ટ્રમ્પ જીત્યા, ટ્રુડોએ રાજીનામું આપ્યું. પુરુષાર્થ પાછો

આવ્યો છે. મહાન પુરુષો યોગ્ય સમયે ઉભરી રહ્યા છે.' નોંધનીય છે કે, ટ્રુડોએ તેમની લિબરલ પાર્ટીમાં વધતા અસંતોષને કારણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.