ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બાદ બીજું સૌથી ઠંડુગાર શહેર બન્યું
January 09, 2025
રાજ્યભરમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે. જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવારથી સાંજ સુધી નગરજનો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે બુધવારે (8 જાન્યુઆરી) ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રેકોર્ડબ્રેક 6 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.
સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તો બીજીબાજુ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી ગાંધીનગરના રહેવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. જોકે, અચાનક ફરી વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે.
હાલમાં જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં આક્રમક ઠંડીની મોસમ જામી છે. છેલ્લાં ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા બુધવારે નલિયા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. સવારનું તાપમાન 6 ડિગ્રી તેમજ સાંજનું તાપમાન 25.8 ડિગ્રી આવીને અટકી ગયું હતું. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દિવસ અને રાત્રિના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત છે.
Related Articles
ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દર્દી સારવાર હેઠળ
ગુજરાતમાં HMPVનો વધુ એક કેસ, અમદાવાદમાં...
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પરોઢિયે ટ્રક પાછળ ઘૂસી કાર, 3નાં મોત
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અક...
Jan 08, 2025
32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી:500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી
32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી:50...
Jan 07, 2025
સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો દાઝ્યા, રહીશો ઉંઘમાંથી ઉઠીને દોડ્યા
સુરતમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો,...
Jan 07, 2025
અમદાવાદમાં HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી હૉસ્પિટલને નોટિસ
અમદાવાદમાં HMPV વાઇરસનો પહેલો કેસ, માહિત...
Jan 06, 2025
ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી વધશે ઠંડી, હવામાન વિ...
Jan 06, 2025
Trending NEWS
08 January, 2025
08 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 10, 2025