અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પરોઢિયે ટ્રક પાછળ ઘૂસી કાર, 3નાં મોત
January 08, 2025
ભરૂચના અંકલેશ્વરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક પૂરપાટ દોડતી કાર ટ્રકના પાછળમાં ઘૂસી જતાં ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 લોકો પૈકી 3 ઘટનાસ્થળે જ મૃત્યુ પામી જતાં માહોલ ગમગીન બની ગયો હતો.
અંકલેશ્વરના બાકરોલ નજીક આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કારમાં સવાર અન્ય 4 લોકોની હાલત પણ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. જેમને એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ મામલે પોલીસે જણાવ્યું કે કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઈજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવવી પડી હતી. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
માહિતી અનુસાર આ કારમાં સવાર પરિવારના સભ્યો મુંબઈ તરફ જઇ રહ્યા હતા. અર્ટિગા કારની હાલત એવી થઇ ગઈ હતી કે જેને જોઈને કોઈને વિશ્વાસ જ ન થાય કે તેમાંથી કોઈનો જીવ બચ્યો હશે.
Related Articles
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર...
Jul 06, 2026
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવે બંધ, 5 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતને વરસાદે ધમરોળ્યું ! 6 સ્ટેટ હાઈવ...
Jul 05, 2026
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના સાગરીત પર હરિ સિન્ધી સહિત ત્રણનો હુમલો
વારસિયામાં ગેંગવોર: અલ્પુ સિન્ધી ગેંગના...
Jul 05, 2026
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર, સાત ચોગાવાળી પાઘડી આકર્ષણનું કેન્દ્ર બનશે
અમદાવાદમાં જગન્નાથજીના ગુલાબી વાઘા તૈયાર...
Jul 05, 2026
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026
04 July, 2026
03 July, 2026
03 July, 2026