શેરબજારમાં ભારે ઉથલપાથલ, સેન્સેક્સમાં 500થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોએ 3.28 લાખ કરોડ ગુમાવ્યા
January 08, 2025
શેરબજારમાં વોલેટિલિટી સતત વધી રહી છે. આજે સેન્સેક્સ વધુ 567 પોઇન્ટ તૂટી 77631.33 થયો હતો. નિફ્ટી પણ 23500ની સાયકોલૉજિકલ ટેકાની સપાટી જાળવવા મથામણ કરતો જોવા મળ્યો છે. 11.12 વાગ્યે નિફ્ટી 131.70 પોઇન્ટ અને સેન્સેક્સ 453.53 પોઇન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. અકંદરે માર્કેટમાં ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોએ અત્યારસુધીમાં રૂ. 3.28 લાખ કરોડ ગુમાવ્યા છે.
બીએસઈ ખાતે ટ્રેડેડ 230 શેરમાં લોઅર સર્કિટ વાગી છે. જ્યારે 73 શેર વર્ષના તળિયે પહોંચ્યા છે. કુલ ટ્રેડેડ 3818 પૈકી 2461 શેર ઘટાડા તરફી જ્યારે 1222 શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ 119 શેર 52 વીક હાઇ થયા છે. 154 શેરમાં અપર સર્કિટ વાગી છે.
બૅન્કિંગ અને ફાઇનાન્સ શેર્સમાં વેચવાલી સતત વધી છે. બીએસઈ બેન્કેક્સ ખાતે ટ્રેડેડ તમામ 10 સ્ક્રીપ ઘટાડા તરફી ટ્રેડ થવા સાથે ઇન્ડેક્સમાં 570 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. ફેડરલ બૅન્ક 2 ટકા, યસ બૅન્ક 1.58 ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક 1.48 ટકા અને એસબીઆઇ શેર 1.44 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય મેટલ, પાવર, રિયાલ્ટી શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધ્યું છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ પહેલાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. આઇટી અને ટૅક્નોલૉજી શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાઈ છે.Related Articles
શેરબજાર અચાનક ધડામ, સેન્સેક્સમાં 1100 તો નિફ્ટીમાં 350 પોઈન્ટથી વધુનો કડાકો
શેરબજાર અચાનક ધડામ, સેન્સેક્સમાં 1100 તો...
સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 23800ની મહત્ત્વની સપાટી ક્રોસ કરી, 266 શેર્સમાં અપર સર્કિટ
સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 238...
Dec 23, 2024
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પો...
Dec 19, 2024
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર-ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડું
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર...
Dec 18, 2024
શેરમાર્કેટ આજે પણ કડડભૂસ, સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો
શેરમાર્કેટ આજે પણ કડડભૂસ, સેન્સેકસમાં 50...
Dec 17, 2024
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બના...
Dec 05, 2024
Trending NEWS
08 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
07 January, 2025
Jan 06, 2025