અફઘાનિસ્તાનના વળતા પ્રહારથી અકળાઈને પાકિસ્તાને કંધારમાં સૈન્ય ઠેકાણે ફરી એરસ્ટ્રાઈક
March 15, 2026
ઈસ્લામાબાદ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિવાદ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંદહાર વિસ્તારમાં તાલિબાનોના સૈન્ય મથકો પર ભીષણ એરસ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનનો દાવો છે કે તેના શહેરો પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ક્વેટા, કોહાટ અને રાવલપિંડી જેવા શહેરો પર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા હતા. ક્વેટામાં ડ્રોનનો કાટમાળ પડવાથી બે બાળકો ઘાયલ થયા હતા. પાકિસ્તાને આ ઘટનાને "રેડ લાઈન" પાર કરવા સમાન ગણાવી છે. પાકિસ્તાનનો આરોપ છે કે આ ડ્રોન હુમલાનું કાવતરું અફઘાનિસ્તાનના કંદહારથી ઘડવામાં આવ્યું હતું. બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાન પર નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની હુમલામાં 6 સામાન્ય લોકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા છે. પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું કે, પાકિસ્તાને કંદહાર એરપોર્ટ પાસે ખાનગી એરલાઇન 'Kam Air' ના ફ્યુઅલ ડેપોને પણ નિશાન બનાવ્યું છે. આ ઈંધણનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ઉડાન માટે થતો હતો.
એરસ્ટ્રાઈક બાદ સ્થિતિ વધુ વણસી છે. પાકિસ્તાનના લક્કી મરવત જિલ્લામાં રોડ સાઇડ બોમ્બ બ્લાસ્ટમાં 7 પાકિસ્તાની પોલીસકર્મીઓ શહીદ થયા છે. અફઘાન રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાની ચોકી પર કબજો કરી 14 સૈનિકોને ઠાર માર્યા છે. જોકે, પાકિસ્તાને આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે.પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ માત્ર 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) ના આતંકવાદીઓ સામે છે. પરંતુ અફઘાન સરહદ પર વધતી સૈન્ય ગતિવિધિઓએ દક્ષિણ એશિયામાં ચિંતા વધારી દીધી છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026