Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

એવો ભૂકંપ કે આખો દેશ એક બાજુ ખસકી ગયો, 6 કિ.મી. દૂર પહોંચ્યો, વિજ્ઞાનીઓનો ધડાકો

June 22, 2026

સામાન્ય રીતે વિનાશ વેરતો ભૂકંપ એક એવી અદભુત ઘટનાનું કારણ બન્યો છે, જેણે વૈજ્ઞાનિકોને પણ ચોંકાવી દીધા છે. વર્ષ 2011માં જાપાનમાં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પર થયેલા નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે ભૂકંપના આંચકા આવ્યા પછી આખું જાપાન એક ચોક્કસ દિશામાં આગળ ખસી ગયું હતું. આખરે આવું કેમ થયું, તે રહસ્ય પર વૈજ્ઞાનિકોએ હવે ખુલાસો કર્યો છે. લગભગ 15 વર્ષ પહેલાં જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપને લઈને વૈજ્ઞાનિકોએ નવો ખુલાસો કર્યો છે. વર્ષ 2011માં જાપાનમાં 9ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ભૂકંપના આશરે 16 મિનિટ પછી જાપાનમાં લાગેલા જીપીએસ સ્ટેશનોએ નોંધ્યું કે આખો દેશ પૂર્વ દિશા તરફ 5થી 6 મિલીમીટર આગળ ખસી ગયો છે. આ પ્રક્રિયા પૂરા દેશમાં એકસાથે થઈ હતી, જે ભૂકંપ પછી આવતા સામાન્ય આફ્ટરશોક્સ (આંચકા) જેવી બિલકુલ નહોતી.શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ સેટેલાઇટ નેટવર્ક દ્વારા ડેટા એકત્રિત કરીને આ રહસ્યનો ઉકેલ શોધ્યો છે. ભૂકંપના કારણે ફોલ્ટ લાઇન (જમીનની તિરાડ) પાસે રહેલા ખડકોના મોટા બ્લોક્સ અચાનક એકબીજાની સામે સરકી ગયા હતા. આનાથી જે શક્તિશાળી ભૂકંપીય મોજાં પેદા થયા, તે પૃથ્વીની ઊંડાઈમાં સીધા તેના કેન્દ્ર એટલે કે કોર સુધી પહોંચ્યા હતા. આ તરંગો પૃથ્વીના કોર સાથે ભટકાઈને પાછા સપાટી તરફ આવ્યા હતા. પૃથ્વીના કેન્દ્રમાંથી પાછા ફરેલા આ શક્તિશાળી તરંગોએ જાપાનની નીચે આવેલી ટેક્ટોનિક પ્લેટોની સરહદોને ફરીથી સક્રિય (રિ-એક્ટિવેટ) કરી દીધી હતી. આના કારણે જમીનની અંદર વધારાની હલચલ પેદા થઈ અને આખો દેશ પૂર્વ તરફ સરકી ગયો. આ અદભુત ઘટનાને પકડવા માટે જાપાનનું 'જિયો નેટ' (GeoNet) નામનું વિશાળ નેટવર્ક કામ લાગ્યું હતું, જેમાં 1,200થી વધુ જીપીએસ સ્ટેશનો આવેલા છે.