લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
June 23, 2026
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તેવી એક ત્રણ માળની ઇમારતમાં સોમવારે ભયાનક આગ લાગી હતી. આ ગંભીર દુર્ઘટનામાં દાઝી જવાના કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરીને અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને બેદરકારી દાખવવા બદલ તંત્રના 4 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
આ ભયાનક ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા તથા ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પોતે ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.
આ આખી ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા 2 સભ્યોની વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જેને 7 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. સારવાર હેઠળ રહેલા ઘાયલોમાંથી 9 લોકોને રજા આપી દેવામાં આવી છે. આ મામલે કડક વલણ અપનાવતા સરકારે જાનકીપુરમના વીજ વિભાગના અધિકારી ગૌરવ કુમાર, ઇન્દિરા નગર ફાયર બ્રિગેડ શાખાના કમલેન્દ્ર કુમાર સિંહ, એલડીએના આસિસ્ટન્ટ એન્જિનિયર અનિલ કુમાર અને જુનિયર એન્જિનિયર પ્રમોદ પાંડેને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ પોલીસે બિલ્ડિંગના સંયુક્ત માલિકો રામ કૃષ્ણ ઉપાધ્યાય, વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, તુષાર કૃષ્ણ જાયસવાલ અને સુરેશ કુમાર સાહુની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026