કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા
June 23, 2026
કતારના રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં ટેકનિકલ ખામીના કારણે એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો અને ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઊઠતાં સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી સાદ અલ-કાબીએ સત્તાવાર પુષ્ટિ કરતાં તેને એક ટેકનિકલ અકસ્માત ગણાવ્યો હતો. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મૃતકો ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ઇજાગ્રસ્ત 66 લોકોની તબીબી સારવાર ચાલી રહી છે અને સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની નિકાસ કામગીરીને પણ કોઈ અસર થઈ નથી.
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. દૂતાવાસે જણાવ્યું હતું કે રાસ લફાનમાં બનેલી દુઃખદ ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
Related Articles
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો
પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ....
Jul 26, 2026
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહેલીવાર સીધો હુમલો કર્યો
ઈરાન પર બહેરિન અને કુવૈત તૂટી પડયાં : પહ...
Jul 26, 2026
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સીક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા!
પાકિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયા વચ્ચેની સ...
Jul 26, 2026
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર, સ્પેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી
ફ્રાન્સ-સ્પેનમાં જંગલની આગ બેકાબૂ: 2 લાખ...
Jul 25, 2026
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો હુમલો કરીશું - ટ્રમ્પની ધમકી
ઈરાન પર ઇતિહાસમાં ક્યારેય ના થયો હોય એવો...
Jul 24, 2026
લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું શંકાસ્પદ મોત
લંડનની લક્ઝરી હોટેલમાં સાઉદી પ્રિન્સનું...
Jul 24, 2026
Trending NEWS
26 July, 2026
26 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026
25 July, 2026