Breaking News :
ભાવનગર લઠ્ઠાકાંડમાં SMCની તપાસનો ધમધમાટ: દિલ્હી-હરિયાણા સહિત 5 રાજ્યોમાં દરોડા, SMCની 16 ટીમો મેદાને પટનામાં વિદ્યાર્થી આંદોલન 12મા દિવસે : ગાંધી મેદાનથી CM આવાસ સુધી માર્ચ, 14 સંગઠનો અને RJDનું સમર્થન બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી શોપિયાંમાં નાકા ચેકિંગ દરમિયાન 2 હેન્ડ ગ્રેનેડ, હિઝબુલના 5 પોસ્ટરો મળ્યા, 3 શંકાસ્પદોની ધરપકડ નવી દિલ્હીમાં જાપાની રોકાણકારો સાથે બેઠક, ગોયલે ભારતની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાની યોજનાની જાણકારી આપી રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જંક ફૂડ પર પ્રતિબંધ, અધિકારીઓને માસિક નિરીક્ષણની જવાબદારી

પિતાથી અલગ મિજાજના છે મોજતબા ખામેનેઈ યુ.એસ. જાસૂસી વિભાગનો એ-બોમ્બ અંગે દાવો

July 26, 2026

તહેરાન : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખામેનેઈનાં મૃત્યુ પછી ઈરાનમાં સત્તા સંભાળનાર તેમના પુત્ર મોજતબા ખામેનેઈ અંગે અમેરિકી જાસૂસી સંસ્થાએ તારણ આપ્યું છે કે મોજતબા ઈરાનને પરમાણું શસ્ત્રથી સજ્જ કરવાના વધુ આગ્રહી છે. સી.આઈ.એ.નું માનવું છે કે યુદ્ધ શરૂ થયા પછી આગળ આવી ગયેલું કટ્ટરપંથી જૂથ વહેલામાં વહેલી તકે પરમાણુ શસ્ત્ર બનાવવાના મનનું છે.
'ધી ન્યૂયોર્ક ટાઇમ્સ'ના રીપોર્ટ પ્રમાણે દિવંગત નેતા અલિ ખામેનેઈ પરમાણુ શક્તિના વિકાસ ઉપર ભાર મુકતા હતા, પરંતુ એટમ-બોમ્બ બનાવવાના નિર્ણયથી થોડી હીચકિચાહટ. તેમના મનમાં હતી.
બીજી તરફ તેમના પુત્ર મોજતબા તો પહેલેથી જ એ-બોમ્બ બનાવવાના મનના હતા, અને યુદ્ધ શરૂ થયું તે પૂર્વેથી જ તહેરાને પોતાનાં 'સેન્ટ્રી-ફ્યુઝ' (યુરેનિયમ સંવર્ધન કરાતું સંયંત્ર) મધ્ય ઈરાન સ્થિત એક બેહદ મજબૂત અન્ડર ગ્રાઉન્ડ ફેસીલીટીમાં ફેરવી નાખ્યું છે. તેને અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ 'પીકેકસ માઉન્ટન' કહે છે. બીજી તરફ 'ધી વોલ સ્ટ્રીક જર્નલ'ના રીપોર્ટ અનુસાર જૂન ૨૦૨૫માં નતાંજ, ફોર્ડો અને ઈસ્પરાન સ્થિત ઈરાનનાં મુખ્ય પરમાણુ સાઇકવોટ્રોન્સને સુરક્ષિત સ્થાનોમાં ફેરવવાની કવાયતમાં લાગી ગયું છે. એક રીપોર્ટ તેવા પણ છે કે ઈરાન હવે યુરેનિયમને ૯૦ ટકા જેટલું શુદ્ધ કરવામાં વ્યસ્ત છે, અને તે દ્વારા ન્યૂક્લિયર બોમ્બ બનાવવાને આરે આવી ગયું છે. કેટલાક તો તેમ પણ માને છે કે ઈરાન પાસે એ-બોમ્બ છે જ. તે તો આ યુદ્ધનું મુખ્ય કારણ છે.