Breaking News :
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત CJPની કોર કમિટીમાં સગાવાદના આરોપે હોબાળો, અભિજીત દીપકેના ઘર બહાર યુવાનોના ધરણા અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચતા કેસ બંધ ભારતીય બોક્સ ઓફિસ પર ટોમ હોલેન્ડની સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મે 30 જુલાઈએ રિલીઝ થઈ બે દિવસમાં 100 કરોડ પાર કર્યા છત્તીસગઢ હાઇકોર્ટે પેપર લીકને હત્યા કરતાં પણ વધુ જઘન્ય ગણાવ્યું, સીબીઆઈએ 94 પાનાની ચાર્જશીટ દાખલ કરી

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને 66 રનથી હરાવ્યું, વૈભવની તોફાની ઈનિંગ

June 22, 2026

દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની રોમાંચક ફાઈનલ મેચમાં ઈન્ડિયા-A ટીમે શ્રીલંકા-A સામે 66 રને શાનદાર વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટે 377 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 47.1 ઓવરમાં 311 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે. ભારતની આ ઐતિહાસિક જીતમાં ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 11 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની તોફાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે મેચના ત્રીજા ઓવરમાં જ 26 રન ઝૂડી કાઢીને ટીમનો સ્કોર 3 ઓવરમાં 50 રનને પાર પહોંચાડ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર 9 ઓવર રમીને 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેના કારણે ભારત એક મોટા સ્કોર તરફ આગળ વધી શક્યું હતું.વૈભવ ઉપરાંત ભારતીય ઈનિંગ્સમાં પ્રિયાંશ આર્યાએ 39 રન અને ઋતુરાજ ગાયકવાડે 40 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન તિલક વર્માએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 90 બોલમાં 67 રન બનાવ્યા હતા. મધ્યમ ક્રમમાં કુમાર કુશાગ્રના 36 રન અને અંતિમ ઓવરોમાં અનુકૂલ રોયે માત્ર 15 બોલમાં ફટકારેલા ધમાકેદાર 39 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે 378 રનનો મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો.