બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં
June 23, 2026
બ્રિટનના વડાપ્રધાન અને લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મરે પદ પરથી રાજીનામું આપતા દેશમાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ છે. આ ઘટનાક્રમ બાદ ગ્રેટર માન્ચેસ્ટરના ભૂતપૂર્વ મેયર એન્ડી બર્નહામ સ્ટાર્મરના ઉત્તરાધિકારી બનવાની રેસમાં સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટણી લડવાની સત્તાવાર પુષ્ટિ કરીને પોતાને આ પ્રક્રિયામાં આગળ કર્યા છે.
આ રેસમાં ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન વેસ સ્ટ્રીટિંગને બીજા એક મુખ્ય દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ તેમણે પણ બર્નહામને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ સમર્થનને કારણે બર્નહામ કોઈ પણ નેતૃત્વ હરીફાઈ વિના સીધા જ ચૂંટાઈ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. બીજી તરફ એન્ડી બર્નહામે સોશિયલ મીડિયા પર કીર સ્ટાર્મરનો તેમની અત્યાર સુધીની સેવા અને નેતૃત્વ બદલ આભાર માન્યો હતો.
બર્નહામે વધુમાં જણાવ્યું હતું કે સ્ટાર્મરનો પદ છોડવાનો નિર્ણય એ સત્તા પરિવર્તનની શરૂઆત છે અને આ પ્રક્રિયા વ્યવસ્થિત તથા જવાબદારીપૂર્વક પૂર્ણ થાય તે અત્યંત જરૂરી છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે દેશ સ્થિરતા અને ગંભીરતાની અપેક્ષા રાખે છે જે તેમને ચોક્કસ મળશે. લોકો આર્થિક વિકાસ, જીવનનિર્વાહનો ખર્ચ, જાહેર સેવાઓ, રહેઠાણ અને ભાવિ પેઢી માટેની તકોમાં પ્રગતિ જોવા ઈચ્છે છે, આથી રાજકીય પરિવર્તન દરમિયાન લોકોનું જીવન ઉત્તમ બનાવવાની મૂળભૂત જવાબદારીથી ક્યારેય ધ્યાન વિચલિત થવું ન જોઈએ.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026