તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
June 22, 2026
તમિલનાડુના તૂથુકુડી જિલ્લામાં રવિવારે સાંજે એક અત્યંત ડરામણી અને દુર્લભ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આકાશમાં ધૂળ અને વાદળોનો એક વિશાળ ઘુમાવદાર સ્તંભ જોવા મળ્યો હતો. જે હૂબહૂ અમેરિકામાં આવતા વિનાશક ટોર્નેડો જેવો લાગતો હતો. આ તીવ્ર વાવાઝોડાના કારણે અનેક ઘરો, દુકાનો, ટોલ પ્લાઝા અને એક ખાનગી થીમ પાર્કને મોટું નુકસાન પહોંચ્યું છે. જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર અહેવાલ મુજબ આ વાસ્તવિક ટોર્નેડો નહોતો, પરંતુ કમ્યુલોનિમ્બસ (Cumulonimbus) વાદળોની સિસ્ટમ સાથે જોડાયેલો એક શક્તિશાળી થંડરસ્ટોર્મ અપડ્રાફ્ટ હતો.
આ ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, તૂથુકુડી જિલ્લામાં સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે આંધી સાથે તીવ્ર વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અચાનક પવનનું એક પ્રચંડ ઝાપટું આવ્યું અને જમીન પરથી ધૂળનો મોટો વંટોળ આકાશ તરફ જવા લાગ્યો હતો. આ વાવાઝોડાના માર્ગમાં આવતી તમામ વસ્તુઓ ઉડી ગઈ હતી. અનેક મકાનોના છાપરા અને પતરાં હવામાં ઉડી ગયા હતા, રોડ પરના વીજળીના થાંભલા નમી પડ્યા હતા અને સ્થાનિક થીમ પાર્ક તેમજ ટોલ પ્લાઝાને વ્યાપક નુકસાન થયું હતું. સોશિયલ મીડિયા પર આ ભયાનક દ્રશ્યોના વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
Related Articles
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી
તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમ...
Oct 28, 2026
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂંપડાં ખાખ, 4 વાહનોને ભારે નુકસાન: જાનહાનિ ટળી
નવી મુંબઈના કરાવે ગામમાં ભીષણ આગથી 4 ઝૂં...
Oct 28, 2026
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં ત...
Oct 28, 2026
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એક જ પરિવારના 5 સભ્યોના મોત, પિસ્તોલ સાથે એક પકડાયો
ગુવાહાટીમાં હોટેલ બિલાસ ઇનમાં ગોળીબાર: એ...
Oct 27, 2026
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો કરી સરકારે 100 ટકા એથનોલથી ચાલતાં ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને મંજૂરી આપી
સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારો ક...
Oct 27, 2026
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો દંડ: 100%ના બદલે 62% જ ઘઉં નીકળતાં પ્રચાર હટાવવા આદેશ
ભ્રામક જાહેરાત બદલ બ્રિટાનિયાને 1 લાખનો...
Oct 27, 2026
Trending NEWS
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
27 October, 2026
26 October, 2026
26 October, 2026
26 October, 2026