પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં સત્કાર યોજના' હેઠળ એકસાથે મળશે 3000 અને 4500 રૂપિયા
June 22, 2026
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે 'માવાં-ધિયાં સત્કાર યોજના' નો પ્રથમ હપ્તો 1 જુલાઈએ મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ યોજના માટે 9300 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજના હેઠળ સામાન્ય વર્ગની મહિલાઓ 1000 રૂપિયાની માસિક આર્થિક સહાય મેળવવા હકદાર છે, જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની સહાય મળશે. રવિવારે ચનાર્થલ કલાં ગામમાં 'લોક મિલની' કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લાભાર્થીઓને પ્રથમ હપ્તા તરીકે ત્રણ મહિનાની રકમ એકસાથે ચૂકવવામાં આવશે.
આ જાહેરાતનો સીધો અર્થ એ છે કે 1 જુલાઈએ અનુસૂચિત જાતિની મહિલાઓના બેંક ખાતામાં 4500 રૂપિયા અને સામાન્ય વર્ગની મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારની આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે જો એક જ પરિવારમાં એક કરતાં વધુ મહિલાઓ હોય, તો પણ દરેક મહિલાને આ સન્માન રકમનો સ્વતંત્ર રીતે લાભ મળશે.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકાર દ્વારા યોજના લાગુ કરવા બદલ પંજાબની તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સીએમ ભગવંત માનનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, પંજાબની તમામ માતા-બહેનો અને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. 1 જુલાઈએ તેમના ખાતામાં ત્રણ મહિનાના પૈસા એકસાથે આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દુનિયાનો આ સૌથી મોટો મહિલા સશક્તિકરણ કાર્યક્રમ છે.
Related Articles
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026