મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
July 15, 2026
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી પોતાનું સૈન્ય પાછું ખેંચી લેવા માટે સ્પષ્ટ સલાહ આપી છે. અમેરિકન પ્રમુખનું માનવું છે કે આ બંને દેશોમાં ઇઝરાયલી સેનાની ઉપસ્થિતિના કારણે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ સતત વધી રહ્યો છે, જે ભવિષ્યમાં મોટા યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ટ્રમ્પે નેતન્યાહુને ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્થાનિક નાગરિકો ઇઝરાયલી સેનાની હાજરી ઈચ્છતા નથી, તેથી તેમણે ત્યાંથી ખસી જવું જોઈએ.
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની આ વાતચીત પહેલાં તૂર્કિયેમાં નાટો શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શરા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાતના બરાબર બીજા જ દિવસે અમેરિકન પ્રમુખે ઇઝરાયલના વડાપ્રધાનનો સંપર્ક સાધીને સેના હટાવવાની વાત મૂકી હતી.
અગાઉ ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઈરાન પર લશ્કરી હુમલો કર્યો હતો. આ સંયુક્ત કાર્યવાહી બાદ ઇઝરાયલે સીરિયા અને લેબેનોનમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ તેમજ લશ્કરી કાર્યવાહીમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં અશાંતિનો માહોલ વધુ ઘેરો બન્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન સરકાર ઇઝરાયલ અને સીરિયા વચ્ચે એક નવી સુરક્ષા સંધિ કરાવવાના સતત પ્રયત્નો કરી રહી છે. તેમ છતાં, અમેરિકન અધિકારીઓના મતે ઇઝરાયલી વડાપ્રધાન આ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા માટે રાજી નથી. અગાઉ ડિસેમ્બર 2024માં અસદ સરકારના પતન બાદ પણ ઇઝરાયલે સીરિયાના પોતાના કબજા હેઠળના વિસ્તારોમાંથી લશ્કર હટાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયનું દ્રઢપણે માનવું છે કે દેશની રાષ્ટ્રીય સુરક્ષા જાળવી રાખવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા કવચ ઊભું કરવું અત્યંત આવશ્યક છે.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026