આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ
July 14, 2026
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. આંધ્ર પ્રદેશમાં કોરોના સંબંધિત મોત અને કેસોમાં થયેલા વધારાને પગલે ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યો એલર્ટ થઈ ગયા છે. આરોગ્ય નિષ્ણાતોએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને તકેદારી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના શહેરોમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જેથી અહીં પણ સરકારે તેમજ નાગરિકોએ તકેદારી રાખવી જરૂરી છે.
તાજેતરના અહેવાલો અનુસાર, આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે પૈકી 2 દર્દીના શંકાસ્પદ મોત ભારે ચિંતા ફેલાઈ છે. આ પૈકી એક 46 વર્ષીય દર્દી શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય અન્ય એક 52 વર્ષીય દર્દીનું પણ કોરોના અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી અહીં 8 દર્દી કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. આ ઘટના બાદ આંધ્ર પ્રદેશ આરોગ્ય વિભાગે તાત્કાલિક રેપિડ રિસ્પોન્સ ટીમ તહેનાત કરી છે અને તમામ હોસ્પિટલોને આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવા આદેશ આપ્યા છે.
આંધ્ર પ્રદેશની સરહદને અડીને આવેલા ઓડિશામાં પ્રશાસન કડક મોનિટરિંગ કરી રહ્યું છે. ખાસ કરીને જગન્નાથ પુરીની રથયાત્રા પૂર્વે લાખોની સંખ્યામાં ભક્તો એકઠા થવાના હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતું નથી. ઓડિશાના ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલ્કાનગિરી જેવા સરહદી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ઓડિશાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર રવીન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું છે કે, 'હાલ ઓડિશામાં કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા તમામ દર્દીઓ તેમજ શરદી-ખાંસીના લક્ષણો ધરાવતા ઓછામાં ઓછા 5% લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયા છે.'
આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસો વધતાં તમિલનાડુના આરોગ્ય વિભાગે પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારે લોકોને અપીલ કરી છે કે હાલ રાજ્યમાં કોરોનાનો કોઈ અત્યંત જોખમી વેરિયન્ટ સક્રિય હોવાના પુરાવા મળ્યા નથી, તેથી ગભરાવાની કે ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી. આરોગ્ય વિભાગે લોકોને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવા જણાવ્યું છે.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026