ફિનલેન્ડમાં 5 મેથી ગુમ હૈદરાબાદના વિદ્યાર્થીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
July 12, 2026
ફિનલેન્ડ : યુરોપના ફિનલેન્ડ દેશમાં ભણવા ગયેલા હૈદરાબાદના 18 વર્ષના વિદ્યાર્થી મણિદીપ રેડ્ડી ગુજ્જાનો મૃતદેહ ત્યાંની રાજધાની હેલસિંકીના દરિયામાંથી મળી આવ્યો છે. મણિદીપ ગત 5 મેથી અચાનક લાપતા થયો હતો અને આશરે બે મહિના બાદ તેનો મૃતદેહ મળ્યો હોવાની પુષ્ટિ પરિવારના વકીલે કરી છે. જોકે, આ સમગ્ર ઘટનાને શંકાસ્પદ ગણાવીને પરિવારે ફિનલેન્ડ પોલીસની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને આ મામલે યોગ્ય ન્યાય માટે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફિનલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે 10 જુલાઈના રોજ મણિદીપના પરિવારને સત્તાવાર માહિતી આપી હતી કે હેલસિંકીના દરિયાઈ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જેની ઓળખ મણિદીપ રેડ્ડી તરીકે થઈ છે. આ સમાચાર સાંભળતા જ હૈદરાબાદમાં રહેતો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પુત્ર લાપતા થયા બાદ તેના પિતા જી. મુથ્યમ રેડ્ડી અને માતા મમતા રેડ્ડીએ તેને શોધવા માટે તેલંગાણા હાઇકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા.
મણિદીપ ફિનલેન્ડની પ્રસિદ્ધ 'લાપીનરાંતા-લાહટી યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી' (LUT યુનિવર્સિટી)ના લાહટી કેમ્પસમાં બેચલર ઓફ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે યુનિવર્સિટી નજીકના રિતાનીમેનકાટુ વિસ્તારમાં રહેતો હતો. તે વર્ષ 2025માં જ ઉચ્ચ અભ્યાસ માટે ફિનલેન્ડ ગયો હતો. તેની માતાના જણાવ્યા અનુસાર, 5 મેના રોજ મણિદીપે ફોન કરીને માત્ર 5000 રૂપિયા માંગ્યા હતા, જે તેમણે તરત જ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આ વાતચીતના થોડા જ કલાકોમાં તે અચાનક ગાયબ થઈ ગયો હતો. ફિનિશ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લાપતા થયાના દિવસે મણિદીપે આશરે 2500 રૂપિયા ખર્ચીને લાહટીથી 100 કિલોમીટર દૂર આવેલા હેલસિંકી શહેરની બસ પકડી હતી. હેલસિંકી પહોંચ્યા બાદ તે ત્યાંની એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમતો અને એક શોપિંગ મોલમાં ફરતો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. ફૂટેજમાં તે છેલ્લીવાર શોપિંગ સેન્ટરના રસ્તા પર ચાલતો દેખાયો હતો, ત્યારબાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
આ ઘટના બાદ મણિદીપનો પરિવાર અને તેમના વકીલ કે.એલ.બી. કુમાર આ મામલાને સામાન્ય માનવાનો ઈનકાર કરી રહ્યા છે. પરિવાર સવાલ ઉઠાવી રહ્યો છે કે મણિદીપ અચાનક લાહટી છોડીને હેલસિંકી કેમ ગયો? શું તેની પર કોઈ દબાણ હતું કે તેની કોઈની સાથે દુશ્મની હતી? વકીલે આક્ષેપ કર્યો છે કે બે મહિના સુધી લાશ ક્યાં હતી અને તપાસ એજન્સીઓએ સમયસર પગલાં કેમ ન લીધા?
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026