જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
July 12, 2026
તહેરાન ઃ પશ્ચિમ એશિયામાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને આગામી સૂચના સુધી બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતના તુરંત જ બાદ અમેરિકાએ ઈરાન પર આ અઠવાડિયાનો ત્રીજો સૈન્ય હુમલો શરૂ કરી દીધો. અમેરિકાનો આરોપ છે કે, ઈરાને હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા સાયપ્રસના ધ્વજવાળા એક કોમર્શિયલ કન્ટેનર જહાજ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ જણાવ્યું કે, એક જહાજ નક્કી કરેલા દરિયાઈ માર્ગનું પાલન નહોતું કરી રહ્યું, અને વારંવારની ચેતવણીઓ છતાં તેણે પોતાનો રસ્તો બદલ્યો ન હતો. આથી ચેતવણીના ભાગરૂપે ફાયરિંગ કરીને જહાજને રોકવામાં આવ્યું હતું. આ સાથે ઈરાને જાહેરાત કરી છે કે, જ્યાં સુધી અમેરિકાની દખલગીરી બંધ નહીં થાય ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી કોઈ પણ જહાજને પસાર થવા દેવામાં આવશે નહીં. ઈરાને એવી ચેતવણી પણ આપી છે કે, કોઈ પણ વળતી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
હૈદરાબાદ સ્થિત ઈરાની વાણિજ્ય દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર જણાવવામાં આવ્યું કે, સમજૂતી (MOU)એ બંને પક્ષોની પરસ્પર જવાબદારી છે, અને જ્યારે બીજો પક્ષ પોતાની પ્રતિબદ્ધતાઓ પૂરી ન કરે, ત્યારે માત્ર એક પક્ષ પાસેથી પાલનની અપેક્ષા રાખી શકાય નહીં. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, MOU અનુસાર ઈરાન 60 દિવસ સુધી કોઈ પણ ચાર્જ લીધા વિના પર્શિયન ગલ્ફથી ઓમાન સમુદ્ર સુધી કોમર્શિયલ જહાજોની સુરક્ષિત અવરજવરની વ્યવસ્થા કરવા માટે સંમત થયું હતું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, ઈરાનના હુમલામાં કન્ટેનર જહાજના ક્રૂ મેમ્બરમાંથી એક નાગરિક ગુમ થયો છે, અને જહાજના એન્જિન રૂમમાં આગ લાગવાને કારણે તેને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકન સેનાએ ઈરાનના અનેક ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, 'ઈરાને ખોટો નિર્ણય લીધો છે, હવે તેણે આની કિંમત ચૂકવવી પડશે.'
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026