30 વર્ષ જૂનું દેવું ચૂકવવા ગૂગલના સહારે તેલંગાણા પહોંચ્યો કેરળનો શખ્સ
July 12, 2026
જગતિયાલ- પ્રામાણિકતા, મિત્રતા અને કૃતજ્ઞતાની એક અત્યંત પ્રેરણાદાયી ઘટના તેલંગાણાના જગતિયાલ જિલ્લાના ધર્માપુરી નગરમાંથી સામે આવી છે. કેરળના એક મુસ્લિમ શખ્સે ગલ્ફ દેશમાં સાથે કામ કરતા તેના હિન્દુ મિત્ર પાસેથી આશરે 25થી 30 વર્ષ પહેલાં ઉધાર લીધેલા પૈસા પરત કરવા માટે 1200 કિલોમીટરથી વધુ લાંબી મુસાફરી કરી હતી. ફોન નંબર કે પૂરું સરનામું ન હોવા છતાં, આ શખ્સે ગૂગલની મદદથી મિત્રનું ગામ શોધી કાઢ્યું અને તેના ઘરે પહોંચીને સન્માનપૂર્વક 25,000 રૂપિયા ચૂકવીને દેવાના બોજમાંથી મુક્તિ મેળવી હતી.
આ અનોખી મિત્રતાની શરૂઆત વર્ષ 1991માં સાઉદી અરેબિયાના અબકૈક શહેરમાં થઈ હતી. કેરળના પાલક્કાડના વતની મોહમ્મદ ઈસ્માઈલ અને તેલંગાણાના ધર્માપુરીના વતની એડલા લચન્ના એક બાંધકામ કંપનીમાં સાથે કામ કરતા હતા અને અન્ય 3 પ્રવાસી મજૂરો સાથે એક જ રૂમ શેર કરતા હતા. આ દેશનિકાલના મુશ્કેલ દિવસો દરમિયાન બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. તે સમયે એક ઈમરજન્સી અને આર્થિક તંગીના કારણે ઈસ્માઈલે લચન્ના પાસેથી થોડા પૈસા (અંદાજે 120 સાઉદી રિયાલ, જે તે સમયે આશરે 1000 રૂપિયા થતા હતા) ઉધાર લીધા હતા અને વતન પરત ફરીને ચૂકવવાનો વાયદો કર્યો હતો.
લચન્ના ભારત પરત ફર્યા બાદ બંને વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો, કારણ કે તે સમયે મોબાઈલ ફોનની સુવિધા ઉપલબ્ધ નહોતી. ઈસ્માઈલ જ્યારે કેરળ પરત ફર્યો ત્યારે પણ તે પોતાની આર્થિક મુશ્કેલીઓના કારણે લાંબા સમય સુધી પૈસા મોકલી શક્યો નહીં. જોકે, વર્ષો વીતી ગયા છતાં ઈસ્માઈલના મનમાંથી મિત્રને આપેલો એ વાયદો ક્યારેય ભૂલાયો નહોતો. તે ગમે તે ભોગે પોતાના માથેથી આ દેવું ઉતારવા માંગતો હતો.
ઈસ્માઈલ પાસે લચન્નાનો કોઈ ફોન નંબર કે ઘરનું સરનામું નહોતું. તેને માત્ર એટલું જ યાદ હતું કે તેના મિત્રનું વતન તેલંગાણાનું 'ધર્માપુરી' છે. આ એક જ કડીના આધારે ઈસ્માઈલે ગૂગલ મેપ્સ અને ગૂગલના જેમિની AI ટૂલની મદદથી ધર્માપુરી નગરનું લોકેશન અને રૂટ શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે પાલક્કાડથી નીકળીને વાયા હૈદરાબાદ થઈને તેલંગાણાના ધર્માપુરી પહોંચ્યો હતો. અજાણ્યા શહેરમાં સરનામા વગર મિત્રને શોધવો એ મોટો પડકાર હતો, પરંતુ સ્થાનિક લોકોની પૂછપરછ કરીને આખરે તે લચન્નાના ઘર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો.
Related Articles
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 18,513 કોલ્સ: રાજ્યમાં 3,785 અકસ્માત, અમદાવાદમાં મારામારીના સૌથી વધુ કેસ
દિવાળીના 3 દિવસમાં 108 એમ્બ્યુલન્સને મળ્...
Nov 12, 2026
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ગોઠવાયો
ઇસરોનો એનવીએસ-03 સેટેલાઇટ આકાશમાં 36,196...
Nov 08, 2026
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન્દિરાજીએ માફી માંગી હતી : સોનિયા ગાંધી
'ઈમરજન્સી એ મોટી ભૂલ હતી, અહેસાસ થતાં ઈન...
Nov 08, 2026
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજીતની પાર્કિંગ વિવાદમાં હત્યા
સિંગાપોરથી ભાણિયાના લગ્ન માટે આવેલા પરમજ...
Nov 08, 2026
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી દિવાળી', બસ્તરમાં મોદીનો દાવો
'40-50 વર્ષે નક્સલવાદ મુક્ત ભારતની પહેલી...
Nov 08, 2026
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
Trending NEWS
08 November, 2026
08 November, 2026
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026