ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
July 12, 2026
ગાઝિયાબાદ : ગાઝિયાબાદના રાજનગર એક્સ્ટેન્શન વિસ્તારમાં નિર્માણાધીન મોલના બેઝમેન્ટમાંથી 7 વર્ષની માસૂમ બાળકીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારનો આરોપ છે કે બાળકીને લાલચ આપીને અંદર લઈ જવામાં આવી હતી અને સામૂહિક દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરી દેવાઈ છે. આ મામલે પોલીસે એક પુખ્ત વયના આરોપીની ધરપકડ કરી છે અને એક સગીરને કસ્ટડીમાં લીધો છે. શુક્રવારે સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટનાની શરૂઆત થઈ હતી. બાળકીના માતા-પિતા આ જ નિર્માણાધીન મોલમાં મજૂરી કામ કરે છે. દિવસભરનું કામ પૂરું થવા આવ્યું હોવાથી બાળકી રોજની જેમ આસપાસ જ રમી રહી હતી. પરંતુ અચાનક તે નજરે પડતી બંધ થઈ ગઈ. શરૂઆતમાં પરિવારે વિચાર્યું કે તે અન્ય બાળકો સાથે રમતી હશે, પરંતુ લાંબી શોધખોળ અને બૂમો પાડવા છતાં પણ જ્યારે તેનો કોઈ પતો ન લાગ્યો ત્યારે પરિવારની ચિંતા વધી ગઈ હતી.
બાળકી ન મળતા આખરે પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, મોડી રાત્રે આશરે 1 વાગ્યે ડાયલ-112 પર પોલીસને માહિતી મળી કે નિર્માણાધીન મોલના બેઝમેન્ટ-2માં એક બાળકીનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાની સાથે જ નંદગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર બેઝમેન્ટને કોર્ડન કરી લીધું હતું અને પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. બાળકીના પરિવારનો આક્ષેપ છે કે આરોપીઓએ માસૂમને પડીકાની લાલચ આપીને મોલની અંદર બોલાવી હતી. ત્યારબાદ તેની સાથે ગેંગરેપ આચરી, હત્યા કરીને લાશને બેઝમેન્ટમાં ફેંકી દીધી હતી. પરિવાજના સભ્યોએ જણાવ્યું કે જ્યારે તેમણે બાળકીનો મૃતદેહ જોયો ત્યારે તે લોહીથી લથપથ હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા. પીડિત પરિવારે ન્યાયની અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
Related Articles
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે કહ્યું- Gen Z તો રાષ્ટ્ર ધરોહર
કંગનાના સૂર બદલાયા! ભાગવતની ટકોર બાદ હવે...
Aug 07, 2026
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે', FCRA મુદ્દે ભારતનો અમેરિકાને જડબાતોડ જવાબ
'અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છ...
Aug 07, 2026
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી
મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાત...
Aug 07, 2026
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના સાંસદો માટે વ્હીપ જાહેર
દિલ્હીમાં મોટું થવાના એંધાણ: કોંગ્રેસના...
Aug 07, 2026
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્ષિણ સુધીના 15થી વધુ રાજ્યોમાં આકાશી આફતનું એલર્ટ
દેશભરમાં ચોમાસું પૂરજોશમાં : ઉત્તરથી દક્...
Aug 07, 2026
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટાઓ આંદોલન, NEET આપી ચૂકેલા હર્ષ દુબેએ પરવાનગી માંગતાં મંજૂરી મળી
21 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર અનામત હટ...
Aug 05, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026