વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું
July 09, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા નવા તણાવને કારણે વૈશ્વિક બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ તણાવના લીધે મોંઘવારી વધવાની ચિંતા અને આ વર્ષે વ્યાજ દરોમાં વધારો થવાની આશંકાઓને પગલે ગુરુવાર, 9 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે.
MCX બજાર ખુલતાની સાથે જ સવારે 9:15 વાગ્યે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ઓગસ્ટ મહિનાના સોનાના વાયદાના ભાવ 0.30% ઘટીને 10 ગ્રામ દીઠ ₹1,43,275 પર આવી ગયા હતા. જ્યારે સપ્ટેમ્બર મહિનાના ચાંદીના વાયદાના ભાવ પણ 0.76% તૂટીને પ્રતિ કિલોગ્રામ ₹2,21,749 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
MCXના આંકડા મુજબ, આ વર્ષે 29 જાન્યુઆરીએ સોનું ₹1,93,096ની રેકોર્ડ સપાટી પર હતું, જેની સરખામણીએ તે અત્યાર સુધીમાં અંદાજે ₹50,000 જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. બીજી તરફ, ચાંદી પણ તેના ઓલ ટાઈમ હાઈ લેવલ ₹4,20,048થી અત્યાર સુધીમાં આશરે ₹2 લાખ જેટલી સસ્તી થઈ ગઈ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલી દુશ્મનીના કારણે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું સતત ત્રણ દિવસથી ઘટી રહ્યું છે અને તે ઘટીને અંદાજે 4,080 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. સિંગાપોરના બજારમાં પણ સ્પોટ ગોલ્ડ 4,078.66 ડૉલરની સપાટી પર જોવા મળ્યું હતું, જ્યારે ચાંદી નજીવી વધીને 58.45 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી હતી.
સામાન્ય રીતે જ્યારે મોંઘવારી વધે ત્યારે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોનું ખરીદે છે, પરંતુ જ્યારે વ્યાજ દરો વધવાની શક્યતા હોય ત્યારે સોનાના ભાવ ઘટે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સોનામાં રોકાણ કરવાથી અન્ય સ્કીમની જેમ કોઈ વ્યાજ કે નિયમિત કમાણી થતી નથી.
Related Articles
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી
3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આ...
Sep 21, 2026
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે
ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મ...
Sep 11, 2026
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યા છે, રિસર્ચમાં ચોંકાવનારું તારણ
માનવીના પેશાબને કારણે માઉન્ટ એવરેસ્ટના ગ...
Sep 05, 2026
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડક્યું અમેરિકા, ટ્રમ્પના મંત્રીએ ભારતને ધમકાવ્યું
PM મોદી અને ઈરાની પ્રમુખની મુલાકાત પર ભડ...
Sep 03, 2026
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર લાગી અંતિમ મહોર
રામ મંદિર ટ્રસ્ટને નવા CEO મળ્યા, નિવૃત્...
Sep 02, 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 7ના મોત, અનેક ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં ફટાકડા ફેક્ટરી...
Aug 31, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026