લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની
July 13, 2026
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 270 રનથી કારમી હાર આપીને ઈતિહાસ રચી દીધો છે. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચ જીતનારી ભારત વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની ગઈ છે. ચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની આખી ટીમને બીજી ઈનિંગમાં 186 રન પર ઓલઆઉટ કરી દીધી હતી.
મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડની ટીમે તેના ત્રીજા દિવસના સ્કોર 130/6થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોકે, દિવસની શરૂઆતમાં જ સ્નેહ રાણાએ લાંબા સમયથી ક્રિઝ પર ટકેલી એમી જોન્સને 54 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ઈંગ્લેન્ડને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ દીપ્તિ શર્માએ ઈસ્સી વોંગને માત્ર 1 રન પર આઉટ કરીને ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ બીજી ઈનિંગમાં 186 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 285 રન બનાવ્યા હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ 83, કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 અને દીપ્તિ શર્માએ 57 રનની અડધી સદીની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના કારણે ભારતને 115 રનની મોટી લીડ મળી હતી. બીજી ઈનિંગમાં યસ્તિકા ભાટિયાના શાનદાર 113 રનના શતક અને સ્મૃતિ મંધાનાના 70 રન તેમજ ઋચા ઘોષની અડધી સદીના દમ પર ભારતે 7 વિકેટે 341 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને ઈંગ્લેન્ડ સામે 457 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો.
આ ઐતિહાસિક મેચમાં ભારતની બે ખેલાડીઓએ લોર્ડ્સના પ્રખ્યાત 'ઓનર્સ બોર્ડ' પર પોતાનું નામ નોંધાવ્યું છે. ક્રાંતિ ગૌડે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં 37 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે યસ્તિકા ભાટિયાએ બીજી ઈનિંગમાં 113 રનની શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ તેઓ લોર્ડ્સના મેદાન પર આ સિદ્ધિ મેળવનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર્સ બની ગઈ છે. ઈંગ્લેન્ડ તરફથી પણ સોફી એક્લેસ્ટોને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપીને પોતાનું નામ ઓનર્સ બોર્ડ પર નોંધાવ્યું હતું.
Related Articles
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિલેક્ટર પદ છોડશે! AGMની લેટેસ્ટ અપડેટ
BCCI માં મોટી ઉથલપાથલ, અજિત અગરકર ચીફ સિ...
Sep 19, 2026
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026