અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનામાં ₹1,921 અને ચાંદીમાં ₹5,387નો કડાકો, રોકાણકારોમાં ચિંતા
July 13, 2026
વૈશ્વિક બજારમાં વધેલી અનિશ્ચિતતાની સીધી અસર ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1,921નો જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹5,387નો કડાકો નોંધાતા રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે હલચલ જોવા મળી હતી.
આંકડા મુજબ, સોનાનો અગાઉનો બંધ ભાવ ₹143478 હતો, જ્યારે આજે તે ₹142633ના ભાવે ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાનો ઉચ્ચતમ ભાવ ₹142633 અને નીચો ભાવ ₹141557 રહ્યો હતો. બીજી તરફ, ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹222664 હતો, જ્યારે બજાર ખુલતાં તેનો ભાવ ₹218648 રહ્યો હતો. સેશન દરમિયાન ચાંદીનો ઉચ્ચતમ ભાવ ₹218667 અને નીચો ભાવ ₹217277 નોંધાયો હતો.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીમાં આવેલા આ અચાનક ઘટાડા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય કોમોડિટી અને એનર્જી બજારમાં અનિશ્ચિતતા વધી છે. ઉપરાંત, અમેરિકન ડોલરની મજબૂતી, વૈશ્વિક શેરબજારોમાં વધ-ઘટ અને મોટા રોકાણકારો દ્વારા થયેલી પ્રોફિટ બુકિંગના કારણે પણ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી હોવાનું બજાર નિષ્ણાતોએ જણાવ્યું છે.
Related Articles
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 10%થી વધુ ગ્રોથની નાણામંત્રીને આશા
ભારતનું અર્થતંત્ર લગાવશે લાંબી છલાંગ!, 1...
Sep 27, 2026
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026