ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
July 12, 2026
દિલ્હી : પીટીઆઈના અહેવાલમાં સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એરના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયાની કુલ તેલ નિકાસની આવકમાં ઘટાડો થયો હોવા છતાં, ભારતની રશિયન ક્રૂડ ઓઇલની આયાત વીતેલા જૂનમાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે તેના અગાઉના મે મહિનાની સરખામણીએ 34% વધુ છે. આંકડા પર નજર કરીએ તો, ભારતે જૂન મહિનામાં 4.5 અબજ યુરોની કિંમતનું રશિયન ક્રૂડ ઓઇલ ખરીદ્યું હતું, જે તેની કુલ 5.5 અબજ યુરોની રશિયન અશ્મિભૂત બળતણ (Fossil Fuel) આયાતના 83% છે. આ આંકડા સાથે ભારત ચીન પછી રશિયન બળતણનો બીજો સૌથી મોટો ખરીદદાર બન્યો છે. જૂન મહિનામાં ચીન રશિયાનું સૌથી મોટું ગ્રાહક રહ્યું હતું,
જેણે 7.3 અબજ યુરોની ખરીદી કરી હતી. ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતમાં મહિના-દર-મહિના 5.4 ટકાનો વધારો જોવા મળ્યો છે, અને આ ઉછાળો મુખ્ય રિફાઇનરીઓને રશિયન સપ્લાયમાં થયેલા વધારાને કારણે જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીને જૂનમાં રશિયન સપ્લાય મે મહિનાની સરખામણીએ 150% વધી ગઈ હતી, જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ની પારાદીપ રિફાઇનરીમાં આયાત 126% વધી હતી. CREAના જણાવ્યા અનુસાર, BPCLની કોચ્ચિ રિફાઇનરીમાં 82% અને નાયરા એનર્જીની વડીનાર રિફાઇનરીમાં 45% નો વધારો થયો છે. રશિયન ક્રૂડ ઓઇલમાંથી તૈયાર થતા ઇંધણના વૈશ્વિક વેપારમાં ભારત મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. રશિયાથી તેલની આયાત કરીને ભારત, તુર્કી, બ્રુનેઈ અને જોર્જિયાની રિફાઇનરીઓએ જૂન મહિનામાં રશિયા પર પ્રતિબંધ લગાવનારા દેશોને પણ મોટા પાયે ઓઇલ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને 814 મિલિયન યુરોની કિંમતના તેલ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026