અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
July 15, 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વધુ ગંભીર વળાંક લીધો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે બુધવારે 15 જુલાઈના રોજ જાહેરાત કરી હતી કે તેમના નૌકાદળે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન સામે દરિયાઈ નાકાબંધી લાગુ કરી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, સાંજે 4 વાગ્યાથી ઈરાનના બંદરો અને દરિયાકાંઠેથી આવતા-જતા તમામ જહાજો માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહી માટે મધ્ય-પૂર્વ વિસ્તારમાં અમેરિકાના 20 થી વધુ યુદ્ધ જહાજો અને સેંકડો લશ્કરી વિમાનો ખડકી દેવામાં આવ્યા છે. આ કડક પગલાના કારણે ઈરાની જહાજો હવે આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં, જેના જવાબમાં ઈરાન વધુ આક્રમક વલણ અપનાવે તેવી પૂરી શક્યતા છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જ આ નાકાબંધી ફરીથી લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. શરૂઆતમાં તેમણે હોર્મુઝ માર્ગ પરથી પસાર થતા તમામ જહાજો પર 20 ટકા કરવેરો નાખવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. જોકે, પાછળથી તેમણે પોતાનો આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો. અમેરિકાના આ આક્રમક વલણના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વધુ વણસી રહી છે.
આ અગાઉ અમેરિકાએ સૌપ્રથમ એપ્રિલ મહિનામાં ઈરાન પર નાકાબંધી લાદી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી થતાં જૂન મહિનામાં તેને હટાવી લેવામાં આવી હતી. આ સમજૂતીનો મુખ્ય હેતુ 60 દિવસની અંદર ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ કાયમી ઉકેલ લાવવાનો હતો. પરંતુ, હોર્મુઝની સામુદ્રધુનીમાં સતત વધી રહેલા તણાવને કારણે આ વાટાઘાટો અધવચ્ચે જ અટકી પડી હતી અને ફરીથી સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ ગઈ છે.
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી અગત્યના વ્યાપારી માર્ગોમાં સ્થાન ધરાવે છે. બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા પહેલા, કાચા તેલ અને કુદરતી ગેસના કુલ વૈશ્વિક વેપારનો આશરે 20 ટકા હિસ્સો આ જ માર્ગ મારફતે થતો હતો. પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચેના સતત વધતા સંઘર્ષના કારણે આ જળમાર્ગ પરના વેપારને ભારે નુકસાન પહોંચ્યું છે. આ અશાંતિ અને નાકાબંધીના પરિણામે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલિયમ પેદાશો અને ગેસના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026