નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
July 15, 2026
નાશિકના પંચવટી વિસ્તારમાં નકલી પોલીસ બનીને એક વેપારીનું કારમાં અપહરણ કરી બંદૂકની અણીએ 70 લાખ રૂપિયાની ચલાવવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ સનસનાટીભર્યા ગુનામાં સંડોવાયેલી એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને મુંબઈ ખાતેથી ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આ શખ્સો પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં રોકડ રકમ તેમજ હથિયારો પણ કબજે કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 8 જુલાઈના રોજ આ ઘટના બની હતી. 3 શખ્સો પોલીસનો સ્વાંગ રચીને આવ્યા હતા અને તેમણે અંબર લાઈટ લગાવેલી એક કારમાં વેપારીને જબરદસ્તીથી બેસાડી દીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ વેપારીને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરાવી ધમકાવીને તેમણે વેપારી પાસેથી 70 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી અને તેમનો મોબાઈલ આંચકી લીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોતાની સાથે થયેલી આ ભયંકર લૂંટ બાદ ગભરાયેલા વેપારીએ પંચવટી પોલીસ મથકે પહોંચીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. વેપારીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક પગલાં લેતા ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધ્યા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી હતી અને તેમને શોધવા વિવિધ દિશાઓમાં ટીમો દોડાવી હતી.
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ લૂંટને અંજામ આપનારા શખ્સો મુંબઈમાં છુપાયેલા છે. આ માહિતીના આધારે નાશિક પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી હતી અને ત્યાંથી મહિલા સહિત ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે તેમની પાસેથી 55.10 લાખ રૂપિયા રોકડા, ગુનામાં વપરાયેલી અંબર લાઈટવાળી કાર, જુદાજુદા સરકારી વિભાગોના બોગસ ઓળખપત્રો તેમજ રબરના સિક્કા મળીને કુલ 82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી રિવોલ્વર અને રાઈફલ જેવા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026