આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
July 15, 2026
ભારતના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિ અંગે કરવામાં આવેલા એક તાજેતરના સર્વેક્ષણમાં ગુજરાત માટે ખૂબ જ પ્રોત્સાહક પરિણામો સામે આવ્યા છે. કમાણી અને ઘરેલુ વપરાશ પાછળ થતા ખર્ચની બાબતમાં ગુજરાતના શહેરો દેશના મુખ્ય મહાનગરોને પાછળ છોડી રહ્યા છે. દેશના ટોચના 10 આર્થિક શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ અગ્રણી શહેરો વડોદરા, સુરત અને જામનગરે મજબૂત સ્થાન મેળવીને રાજ્યની સુદ્રઢ આર્થિક સ્થિતિનો પરિચય આપ્યો છે. સામાજિક અને આર્થિક રીતે ઝડપથી વિકસી રહેલા ગુજરાતના આ વિસ્તારોમાં ઉદ્યોગોના સાનુકૂળ વિકાસને કારણે લોકોની આવક સ્તરમાં જંગી વધારો નોંધાયો છે.
આ સર્વેક્ષણની વિગતો અનુસાર, દેશના ટોચના 5 સમૃદ્ધ શહેરોની યાદીમાં ચંદીગઢ પ્રથમ અને તિરુવનંતપુરમ બીજા ક્રમે છે, જ્યારે ગુજરાતનું વડોદરા ત્રીજા સ્થાને છે, જ્યાં વ્યક્તિની વાર્ષિક સરેરાશ આવક 26 લાખ રૂપિયા નોંધાઈ છે. આ યાદીમાં ચોથા ક્રમે તિરુપુર અને પાંચમા ક્રમે સુરત શહેર આવે છે, જ્યાં સરેરાશ વાર્ષિક આવક 15.5 લાખ રૂપિયા હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર અને અમદાવાદ જેવા શહેરો પણ આર્થિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. આ તમામ શહેરોમાં ખાસ કરીને 6 લાખ રૂપિયાથી લઈને 36 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારોની સંખ્યા સતત વધી રહી છે.
ગુજરાતના આ શહેરો માત્ર કમાણી વધારવામાં જ નહીં પરંતુ ઘરેલુ ચીજવસ્તુઓ પાછળ થતા આર્થિક ખર્ચની બાબતમાં પણ ખૂબ આગળ નીકળી ગયા છે. અર્થશાસ્ત્રના નિયમ અનુસાર આવકમાં વધારો થવાની સાથે જ લોકોની જીવનશૈલી સુધરી છે અને બજારમાં તેમનો વપરાશ ખર્ચ પણ વધ્યો છે. અગાઉ કમાણીના મામલામાં અગ્રેસર ગણાતા મુંબઈ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રોને પણ આ ઉભરતા શહેરો અત્યારે કડી ટક્કર આપી રહ્યા છે. સ્થાનિક સ્તરે વધી રહેલી આ આર્થિક પ્રવૃત્તિઓએ દેશની એકંદર અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.
Related Articles
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનું શરૂ, બે ડૉઝમાં તો 80% સુરક્ષાનો દાવો!
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનુ...
Oct 19, 2026
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026