Breaking News :
ભાવનગર નકલી દારૂકાંડ: મધ્ય પ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા, કુલ 27ની થઈ ધરપકડ તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું દિલ્હીમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર : 2300થી વધુ કેસ નોંધાયા, આરોગ્ય મંત્રીએ હાઇ-લેવલ બેઠક બોલાવી બિહારમાં ગંગાના પૂરનું સંકટ : ફરક્કા બેરેજના તમામ દરવાજા ખોલવા મુખ્યમંત્રીની બંગાળને અપીલ મહારાષ્ટ્રના પરભણીમાં નર્સિંગ પરીક્ષાનું પેપર લીક: વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ કરવા મામલે સુપરવાઈઝર સહિત 4 લોકોની ધરપકડ ઓડિશાના દરિયાકાંઠે પનામાનું કાર્ગો જહાજ ડૂબતા 22 ક્રૂ મેમ્બર્સ લાપતા: 2 ચીની નાગરિકો બચાવાયા

4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા

June 22, 2026

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.  સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના  અહેવાલ અનુસાર, આજે (22મી જૂન) સવારે 6થી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં દક્ષિણ ગુજરાતના 21 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

આજના વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ અને સુરત જિલ્લામાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન થયા છે. વલસાડ તાલુકામાં 4 કલાકમાં સૌથી 1.18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના આરેથ તાલુકામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપી અને નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. 

સવારના ઓફિસ અને શાળાના સમયે જ શરૂ થયેલા વરસાદને કારણે સુરત સિટી અને વલસાડના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને અનેક સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતો માટે આ વરસાદ વાવણી લાયક સાબિત થતાં કૃષિ આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.