દોહાદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા
March 15, 2026
દોહાદ : દોહાદ નજીક આવેલા અભલોડ ગામે મહાદેવ મંદિર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરતાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. મધમાખીના હુમલામાં ઝેરી ડંખના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 5થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામ ખાતે મહાદેવ મંદિરમાં જળાભિષેક અને પૂજાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સમગ્ર મામલે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, આ પ્રસંગમાં DJ વગાડતાં ભારે ઘોંઘાટ અને ધ્રુજારી થઈ હતી. જેને લઈને મંદિર પરિસરમાં રહેલા મધપૂડામાંથી મધમાખીઓ ઉડવા લાગી હતી અને મંદિરમાં હાજર લોકો પર અચાનક હુમલો કરી દીધો હતો. ઝેરી મધમાખીના હુમલાની ઘટનામાં ઘણાં લોકોને મધમાખીએ ડંખ માર્યા હતા. જેમાં 8 જેટલાં લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઝેરી ડંખના કારણે બાબુ ધોળાભાઈ માળી નામના યુવકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકનો માહોલ છવાયો છે.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026