આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
September 28, 2026
આણંદ-બોરસદ રોડ પર એક રિસોર્ટ નજીક બે બાઇક સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે થયેલી ટક્કરમાં 3 યુવાનોના સ્થળ પર જ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય 3 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ 6 યુવાનો બોરસદ તાલુકાના નાપાવાંટા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, બોરસદ તરફ જવાના માર્ગ પર રિસોર્ટ નજીક બંને બાઇક સામસામે પૂરઝડપે અથડાઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇકને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે અરમાન રાણા, સમીર રાણા અને અંસાર ઝુબેર બેલિમના મોત નીપજ્યાં હતાં.
અકસ્મતાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અન્ય 3 યુવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એક જ ગામના 3 યુવાનોના અકાળે મોતથી નાપાવાંટા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. અકસ્માતની ઘટનાને પગલે ગામમાં માતમ છવાઇ ગયો હતો અને પરિવારજનોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.
Related Articles
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે! નાના એકમો ઠપ થવાનો ભય, લાખો બેરોજગાર બનશે
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો...
Oct 17, 2026
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી, 4 જિલ્લામાં દેખાશે અસર
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા...
Oct 15, 2026
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026