યુદ્ધ ઇફેક્ટ : વડોદરામાં ગેસ સિલિન્ડર મેળવવા દોડધામ, કંટ્રોલરૂમ શરૂ થતા ફરિયાદોની ભરમાર
March 14, 2026
મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધની સીધી અસર વડોદરામાં પડી છે. પરિણામે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર કંટ્રોલ મુકાયો છે જ્યારે ઘરેલુ ગેસ માટે લોકો જુદા જુદા વિસ્તારની ગેસ એજન્સીની ઓફિસો પર લાંબી કતારો લગાવીને ઉભા છે. આમ છતાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જણાવાયું છે કે ગેસ સિલિન્ડર માટે ગભરાવવાની જરૂર નથી. ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું છે આમ છતાં પણ હજી લોકોનો ગભરાટ ઓછો થયો નથી ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ આજે વહેલી સવારથી જ કાર્યરત થઈને ગેસ ગ્રાહકોને જરૂરી સલાહ સૂચન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. 15 દિવસથી ચાલતા યુદ્ધનો ક્યાંય અંત દેખાતો નથી. આ યુદ્ધની સીધી અસર ગેસ અને પેટ્રોલિયમ પેદાશો પર પડી છે. વિવિધ રાજ્યના જુદા જુદા શહેરોમાં ગેસના સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લોકોએ લગાવી દીધી છે. જેમાંથી વડોદરા પણ બાકાત રહ્યું નથી. પરિણામે શહેરની તમામ ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકો વહેલી સવારથી જ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી દેતા સ્પષ્ટ નજરે ચડી ગયા છે. ગેસ સિલિન્ડરની લાઈન માટે કેટલી વાર લોકોમાં બોલાચાલી અને મારામારીના પણ દ્રશ્યો હવે નવા રહ્યા નથી. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગેસ સિલિન્ડર માટે લોકોએ ગભરાવાની જરૂર નથી. પૂરતો જથ્થો હોવાની તેમને જાહેરાત કરી હોવા છતાં પણ લોકોનો ગભરાટ ઓછો થતો નથી ત્યારે જિલ્લા કલેકટર કચેરી ખાતે આ અંગે આજે સવારથી જ કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયો છે. કંટ્રોલરૂમ શરૂ થતા જ માત્ર એક થી દોઢ કલાકમાં જ 70થી 75 ફોન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વાઘોડિયા રોડ, સમા, બાજવા સહિતના વિવિધ વિસ્તારોમાંથી ગેસ સિલિન્ડર બાબતે જુદી જુદી ફરિયાદો ગ્રાહકો દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ કરનાર તમામને ખૂબ જ શાંતિથી ઝોન મુજબ વિવિધ કોન્ટેક નંબરો આપીને તેમની સમસ્યા હલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં શરૂ કરાયેલા કંટ્રોલરૂમના ફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હતી.
Related Articles
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% તો સા.પ્રવાહનું 92.71% રિઝલ્ટ
ધોરણ 12નું પરિણામ જાહેર, સાયન્સનું 84.33...
May 04, 2026
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવ...
May 02, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026