વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
October 10, 2026
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન થયું છે. લાંબા સમય સુધી કોંગ્રેસ પક્ષમાં વિવિધ સ્તરે અત્યંત મહત્ત્વની જવાબદારીઓ નિભાવનાર દીપક બાબરિયાના અવસાનથી કોંગ્રેસ પક્ષમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે. નોંધનીય છે કે, 2020માં તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારથી તેઓ અસ્વસ્થતાના કારણે સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા. તેમના અવસાન અંગે કોંગ્રેસના તમામ નાના-મોટા નેતાઓ અને કાર્યકરોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
દીપક બાબરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત શ્રમિકો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિયનના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને કરી હતી. શ્રમિકોના હિતો માટેની તેમની આક્રમક રજૂઆતો અને લડાયક મૂડના કારણે તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ જાણીતા બન્યા હતા.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે જ્યારે તેમને પ્રદેશ પ્રભારી તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપાઈ હતી, ત્યારે તેમની ઉત્કૃષ્ટ સંગઠનાત્મક કૌશલ્ય અને વ્યુહરચનાના આધારે જ કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા અને સમર્પણ હંમેશા યાદ રહેશે.
દિપક બાબરિયા કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી પદે રહ્યા હતા અને તેમને મધ્યપ્રદેશના ઈન્ચાર્જ પણ બનાવાયા હતા. તેઓ કોંગ્રેસમાં વિવિધ પદોએ રહી ચૂક્યા હતા. તેમના નિધનથી ગુજરાત કોંગ્રેસને ત્રણ જ દિવસમાં બીજો મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ દિવસ પહેલા જ કોંગ્રેસના અમરેલી કદાવર નેતા વીરજી ઠુમ્મરનું પણ માંદગી બાદ નિધન થયું હતું.
Related Articles
બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ સહિત 2 દોષિતોની આજીવન કેદની સજા સ્થગિત કરી જામીન આપ્યા
બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે દિવ્યાં...
Nov 17, 2026
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન્જિનિયર સાથે ઠગાઈ
ફેક ઈ-ચલણની લિંક મોકલી વડોદરાની મહિલા એન...
Nov 08, 2026
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુજરાતીઓના મોત
ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુ...
Nov 05, 2026
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયા...
Nov 02, 2026
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વં...
Nov 02, 2026
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શા...
Oct 31, 2026
Trending NEWS
16 November, 2026
16 November, 2026
16 November, 2026
14 November, 2026
12 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026
08 November, 2026