અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ
October 20, 2026
અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાયેલી નવેમ્બર 2024ની ચૂંટણીમાં ગેરકાયદે મત આપવાના આરોપસર બે ભારતીય નાગરિકો સહિત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે. અમેરિકન ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, આ તમામ લોકો પાસે અમેરિકન નાગરિકતા ન હોવા છતાં ખોટી રીતે મતદાર યાદીમાં નામ નોંધાવી મતદાન કર્યું હતું. કાયદા મુજબ ગ્રીન કાર્ડ માત્ર કાયમી વસવાટની છૂટ આપે છે, પરંતુ સંઘીય ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર ફક્ત પૂર્ણ નાગરિકો પાસે જ રહેલો છે.
આરોપીઓમાં સામેલ કેલિફોર્નિયાના રાંચો પાલોસ વર્ડેસની રહેવાસી અમનદીપ કૌરે ડિસેમ્બર 2022માં નોંધણી કરાવીને નવેમ્બર 2024ની ચૂંટણીમાં મતદાન કર્યું હતું, જે હાલ નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં છે. જ્યારે સેક્રામેન્ટો ખાતે રહેતા અન્ય ભારતીય કમલેશ શાહે નવેમ્બર 2024માં ચૂંટણીના દિવસે જ નોંધણી કરાવી તે જ દિવસે વોટ નાખ્યો હતો. જોકે, 19 ઑક્ટોબરે કેલિફોર્નિયામાં વહેલી સવારે દરોડા પાડીને પકડાયેલા 11 શખ્સોમાં આ બંને ભારતીયો સામેલ છે કે નહીં તે સ્પષ્ટ કરાયું નથી.
ન્યાય વિભાગે 28 આરોપીઓ વિરુદ્ધ અનધિકૃત મતદાન, બોગસ વિગતોથી મતદાર નોંધણી અને કેટલાક કિસ્સામાં નાગરિકતા અરજીમાં ખોટાં નિવેદનો આપવાના આરોપો મૂક્યા છે, જે હાલ કોર્ટમાં સાબિત થવાના બાકી છે. કાર્યકારી ઉપ એટર્ની જનરલ ટ્રેન્ટ મેકકોટરે સ્પષ્ટ કર્યું કે, આ નામો 20 હજારથી વધુ બિન-નાગરિક શંકાસ્પદ મતદારોની યાદીનો ભાગ છે, જે ગત સપ્તાહે કેલિફોર્નિયાના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવી હતી.
અમેરિકન ન્યાય વિભાગે એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે કેલિફોર્નિયાના રાજ્ય ચૂંટણી અધિકારીઓએ શંકાસ્પદ મતદારોના મેઇલ-ઇન બેલેટની નાગરિકતા તપાસ ન થાય ત્યાં સુધી અલગ રાખવાની ફેડરલ માગણી ફગાવી દીધી હતી. ચૂંટણી પંચના આ વલણ સામે ફેડરલ સરકારે હવે કેલિફોર્નિયા રાજ્ય સામે સીધી કોર્ટ કાર્યવાહી પણ હાથ ધરી છે.
Related Articles
પેરિસ સળગી ઊઠ્યું: 1500 દુકાનો લૂંટાઈ, 1,000 પોલીસકર્મી ઘાયલ, મેક્રોન સરકાર મુશ્કેલીમાં!
પેરિસ સળગી ઊઠ્યું: 1500 દુકાનો લૂંટાઈ, 1...
Oct 19, 2026
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલા વિચારવું પડશે : માર્કો રુબિયો
ભારત મહત્ત્વપૂર્ણ દેશ, ટેરિફ લગાવતા પહેલ...
Oct 19, 2026
...તો આ કારણે ભારત-ચીન સામે 100% ટેરિફ ન લગાવ્યો, ટ્રમ્પની પોલ ખુલી ગઇ!
...તો આ કારણે ભારત-ચીન સામે 100% ટેરિફ ન...
Oct 19, 2026
અમેરિકા અને સાઉદીના દબાણમાં પાકિસ્તાને ઈરાનની પીઠમાં છરો ભોંક્યો, બે બોર્ડર બંધ કરી!
અમેરિકા અને સાઉદીના દબાણમાં પાકિસ્તાને ઈ...
Oct 19, 2026
ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યાહૂએ કરી ભવિષ્યવાણી
ટ્રમ્પ અમેરિકામાં સત્તા ગુમાવશે? નેતન્યા...
Oct 19, 2026
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
Trending NEWS
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026