દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો
October 20, 2026
દિલ્હીમાં SIR સામે વિરોધ પ્રદર્શન કરવાના મામલે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની મુશ્કેલીઓ વધી છે. દિલ્હી પોલીસે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે અને બંનેની કસ્ટડી 2 દિવસ લંબાવી છે. જંતર-મંતર પર દીવાલ કૂદી તિરંગો ફરકાવવા બદલ તેમની ધરપકડ કરાઈ હતી. CJPએ સરકાર પર લોકોને ડરાવવાનો અને કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે અને જામીન સુનાવણીમાં જાણી જોઈને વિલંબ કરી અટકાયત લંબાવાતી હોવાનો આક્ષેપ કર્યો છે.
CJPએ 10 ઓક્ટોબરે SIR વિરુદ્ધ પ્રદર્શનનું એલાન કર્યું હતું, જેના પગલે દિલ્હીમાં લેન્ડિંગ થતાં જ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અભિજિત દીપકેની અટકાયત કરાઈ હતી. જંતર-મંતરને પ્રતિબંધિત વિરોધ સ્થળોની યાદીમાંથી હટાવવા છતાં આ નેતાઓ દીવાલ કૂદીને ત્યાં પહોંચ્યા હતા અને તિરંગો ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે કનોટ પ્લેસ અને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં BNSની વિવિધ ગંભીર ધારાઓ હેઠળ ગુના નોંધાયા છે.
આ કેસમાં અન્ય નેતા અજિંક્ય શિંદેને 5000ના બોન્ડ પર મુક્ત કરાયા છે, જ્યારે રાંકા અને દાસની કસ્ટડી લંબાવાતા આગામી સુનાવણી 21 ઓક્ટોબરે હાથ ધરાશે. પક્ષના પ્રમુખ અભિજિત દીપકે જેમને 17 ઓક્ટોબરે કનાટ પ્લેસ પર તિરંગો ફરકાવવાના એલાન બાદ અટકાયતમાં લઈ બાદમાં છોડવામાં આવ્યા હતા, તેમણે જણાવ્યું છે કે આશુતોષ રાંકા અને સૌરવ દાસ જેલમાંથી બહાર આવ્યા બાદ જ પક્ષ આગામી રણનીતિ તૈયાર કરશે.
અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો છે કે સરકાર લોકો અને વિરોધ પક્ષોને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે અને ગેરકાયદેસર રીતે અટકાયત કરી રહી છે. આ મામલે CJPએ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સાથે પણ સલાહ-સૂચન કર્યા છે. પક્ષના કાનૂની બાબતોનાં વડા રત્ના સિંહે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અદાલતની કાર્યવાહીને સર્કસ ગણાવી છે અને દાવો કર્યો છે કે નેતાઓને જેલમાં રાખવા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સિંહે કહ્યું કે SEM કોર્ટની નિષ્પક્ષતા જોખમાઈ ગઈ હોવાથી તેને નાબૂદ કરી દેવી જોઈએ.
Related Articles
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે
દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન...
Oct 20, 2026
અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી
અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામા...
Oct 20, 2026
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનું શરૂ, બે ડૉઝમાં તો 80% સુરક્ષાનો દાવો!
ભારતમાં પહેલીવાર ડેન્ગ્યૂ વેક્સિન આપવાનુ...
Oct 19, 2026
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
Trending NEWS
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026
17 October, 2026