ટાઈગર શ્રોફ પર ફાયરિંગના કેસમાં 4 શંકાસ્પદની અટકાયત: 3 રાજસ્થાન અને 1 ગુજરાત બોર્ડરથી પકડાયો!
October 19, 2026
મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હુમલાના ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને પોલીસે માત્ર 16 કલાકના ગાળામાં 4 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટના બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસ ટીમોએ અલગ-અલગ રાજ્યોમાં તપાસ તેજ કરી હતી. જેમાં રાજસ્થાનના કોટા ખાતેથી રેલવે કોલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જોકે, કોટા શહેર પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે આ ધરપકડની પુષ્ટિ કરી નથી. આ સિવાય એક અન્ય આરોપીને મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આમ, 16 કલાકની અંદર કુલ 4 શંકાસ્પદો પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે.
મળતી માહિતી મુજબ, કોટાથી પકડાયેલા ત્રણેય આરોપીઓ મુંબઈથી ટ્રેન પકડીને ભાગ્યા હતા. પૂણે-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે કોટા રેલવે કોલોનીમાંથી તેમને દબોચી લેવાયા હતા. આ પકડાયેલા શખ્સો પૈકી બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે.
રવિવારે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ અચાનક 5 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસ વચ્ચે આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હોવાની વિગતો સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
Related Articles
હવે સેન્સર બોર્ડની સુરક્ષામાં મોટું ગાબડું, 500થી વધુ ફિલ્મોના ડેટા લીક
હવે સેન્સર બોર્ડની સુરક્ષામાં મોટું ગાબડ...
Oct 25, 2026
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર ખાન રાજ ઠાકરેને મળવા પહોંચ્યો
ઈમરાન ખાનને દેશ છોડવાની નોટિસ મળતાં આમિર...
Oct 19, 2026
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો કારની સાઈડમાં તેમજ સામેથી ગોળીબાર કરી થયા ફરાર
અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો...
Oct 19, 2026
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કરશે SRHની માલિક કાવ્યા મારન, CM એ કરી પુષ્ટી
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કર...
Oct 17, 2026
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026