અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, 3 શખ્સો કારની સાઈડમાં તેમજ સામેથી ગોળીબાર કરી થયા ફરાર
October 19, 2026
મુંબઈ: બૉલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈમાં થયેલા ફાયરિંગની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સોશિયલ મીડિયા પર ગૅંગસ્ટર અનિલ પંડિતની એક પોસ્ટ સામે આવી છે, જેમાં તેણે ટાઇગર પર હુમલો કર્યાની કબૂલાત કરી છે. પોસ્ટમાં અનિલ પંડિતે દાવો કર્યો છે કે આ હુમલો તેણે અને અરમાન સંધૂએ મળીને કરાવ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે જે કોઈ સલમાન ખાન સાથે કામ કરશે, તેનો આગામી નંબર હશે. હાલમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. પોસ્ટમાં એ પણ લખવામાં આવ્યું છે કે અમે આને સમજાવ્યું હતું, પરંતુ આને સમજાયું નહીં. પોલીસે સ્પષ્ટતા કરી છે કે રવિવાર સાંજ થયેલા આ હુમલામાં ટાઇગર શ્રોફ સુરક્ષિત છે. જોકે, તેમનો ડ્રાઇવર અને એક રિક્ષાચાલક ગોળીબારમાં ઘાયલ થયા છે.
ફાયરિંગની આ ગંભીર ઘટના બાદ મુંબઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓની શોધખોળ તેજ કરી દીધી છે. મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે પોલીસની 12 જેટલી વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ હુમલા પાછળના વાસ્તવિક કારણો અને ગુનેગારોને ઝડપી પાડવા માટે તમામ ટેક્નિકલ અને ભૌતિક પુરાવાઓ એકત્ર કરી રહી છે.
Related Articles
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કરશે SRHની માલિક કાવ્યા મારન, CM એ કરી પુષ્ટી
'જેલર-2' ના મ્યુઝિક કમ્પોઝર સાથે લગ્ન કર...
Oct 17, 2026
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસરતે પહેલી પોસ્ટ કરી
પિક્ચર અભી બાકી હૈ... ગંભીર ઈજા બાદ નુસર...
Oct 12, 2026
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશે...', અશ્લીલ માગ સાંભળી અભિનેત્રી થઈ ગુસ્સે
'રોલ જોઈતો હોય તો કોમ્પ્રોમાઈઝ કરવું પડશ...
Oct 12, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026