ડૉ. વી. નારાયણન બનશે ISROના નવા પ્રમુખ, 14 જાન્યુઆરીએ સંભાળશે ચાર્જ

January 08, 2025

ISRO એટલે કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને કોણ નથી જાણતું? ભારતને ચંદ્ર પર લઈ જનાર ઈસરો દરરોજ એક નવો ચમત્કાર કરે છે. આકાશમાં ઈસરોના કારનામાથી દુનિયા વાકેફ છે. તેના વડા બદલાતા રહે છે, પરંતુ સફળતાની ગતિ અટકતી નથી. આ દરમિયાન ઈસરોના ચીફ બદલાવા જઈ રહ્યા છે. હા, વી નારાયણ હવે વર્તમાન ઈસરો ચીફ એસ સોમનાથના સ્થાને કમાન સંભાળશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે કેન્દ્ર સરકારે મંગળવારે તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અત્યારે નારાયણ વાલિયામાલા ખાતે સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)ના ચીફ છે. ઈસરોના વડા તરીકેનો તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે.

નારાયણન સ્પેસ કમિશનના અધ્યક્ષ પણ રહેશે. તેમણે ભારતના ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ એક એવી ટેક્નોલોજી છે જે એક સમયે દેશને આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તે રોકેટ અને અવકાશયાનમાં નિષ્ણાત માનવામાં આવે છે. કહેવાય છે કે રોકેટ-મિસાઈલ તેના માટે ડાબા હાથની રમત છે.