ભુજમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

January 06, 2025

અવારનવાર આપણને સાંભળવા મળે છે કે બોરવેલમાં કોઈ બાળક કે બાળકી પડી ગયા પરંતુ ભુજથી એક ચોંકાવનારા અહેવાલ આવ્યા છે. જ્યા એક યુવતી 540  ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. ભુજના કંઢેરાઈ ગામે આ ઘટના બની હતી. જ્યાં આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી બોરવેલમાં ગરકાવ થઈ હતી, હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ યુવતીની ઉંમર લગભગ 18 વર્ષની આજુબાજુ જણાવાઈ રહી છે. માહિતી અનુસાર જ્યારે આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેનો બચાવોનો અવાજ પણ આવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયાની માહિતી છે.ગામના લોકો આ ઘટનાને કારણે આઘાત પામી ગયા છે અને માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે.