ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ, ઝીરો વિઝિબિલિટીના કારણે 200 ફ્લાઇટસને અસર
January 04, 2025
શિયાળાની ઠંડી, ધુમ્મસભરી સવાર અને ગાઢ ધુમ્મસે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતને ઘેરી લીધું છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી છે, જેના કારણે હવાઈ અને રેલ વ્યવહાર પ્રભાવિત થઈ રહ્યો છે. શનિવારે સવારે દિલ્હીના IGI એરપોર્ટ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. જેના કારણે 150થી વધુ ફ્લાઈટો મોડી પડી હતી. જોકે, સવારે 7 વાગ્યા સુધીમાં હવામાનમાં થોડો સુધારો થયો હતો અને વિઝિબિલિટી 100-250 મીટર થઈ ગઈ હતી.
ગાઢ ધુમ્મસને કારણે, ઘણી એરલાઇન કંપનીઓએ મુસાફરોની સુવિધા માટે વિશેષ માહિતી જાહેર કરી છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઇટ્સનું સ્ટેટસ ચેક કરે. ઈન્ડિગો અને એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સે પેસેન્જરો માટે એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા દિલ્હી અને ઉત્તર ભારતના ભાગોમાં ફ્લાઈટ કામગીરીને અસર કરી રહી છે.
એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે ગાઢ ધુમ્મસને કારણે એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ છે. અધિકારીઓએ કહ્યું કે મુસાફરોને ફ્લાઇટની માહિતી માટે સંબંધિત એરલાઇનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે અને તે પછી જ તેઓ એરપોર્ટ માટે રવાના થાય છે.
Related Articles
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુવક વૈભવ ભાસ્કરના ગ્રેડિંગનો નિયમ જ બદલવો પડ્યો
અમેરિકન સ્કૂલ સિસ્ટમ ઘૂંટણિયે, ભારતીય યુ...
Jul 17, 2026
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ
'ભારતીય અધિકારીઓના લીધે બુલેટ ટ્રેન પ્રો...
Jul 17, 2026
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026