પ્રયાગરાજમાં મહાકુંભની તડામાર તૈયારી : 40 કરોડ શ્રાદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવશે

December 31, 2024

મહાકુંભની તડામાર તૈયારી માટે યુપી સરકારનાં અધિકારીઓ દ્વારા સક્રિય કામગીરી બજાવવામાં આવી રહી છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં ત્રિવેણી સંગમ પર 13મી જાન્યુઆરીએ પોષ મહિનાની પૂનમથી શરૂ થઈ રહેલા મહાકુંભ માટે યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

45 દિવસ ચાલનારો મહાકુંભ 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનાં દિવસે પૂરો થશે. આ 45 દિવસનાં ગાળામાં આશરે 40 કરોડ શ્રાદ્ધાળુઓ પવિત્ર ગંગામાં ડૂબકી લગાવશે તેવી ગણતરી છે. વિશ્વનાં આ સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમને સૂચારું રીતે યોજવા રસ્તાઓ તેમજ નદીઓ સાફ કરાઈ રહી છે, રસ્તા પહોળા કરાઈ રહ્યા છે, નદી કિનારાનાં ઘાટ સમથળ બનાવાઈ રહ્યા છે.

પીએમ મોદીએ તેને એકતાનો મહાકુંભ ગણાવ્યો છે. જે વિવિધતામાં એકતાનું પ્રતિક છે. દર 12 વર્ષે ત્રિવેણી સંગમ પર યોજાતો આ મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીએ પોષ સુદ પૂનમનાં દિવસે શરૂ થશે અને 45 દિવસ પછી 26 ફેબ્રુઆરીનાં રોજ મહાશિવરાત્રિએ પૂરો થશે. મહાકુંભમાં લાખો ભક્તો ગંગામાં પવિત્ર ડૂબકી લગાવશે. આ વર્ષે 40 કરોડ શ્રાદ્ધાળુઓ મહાકુંભમાં લાભ લેશે તેવી ધારણા છે. ગંગાનો કિનારો મહાકુંભ નગરમાં ફેરવાઈ ગયો છે.