આફ્રિકન દેશ ઈથોપિયામાં ટ્રક નદીમાં ખાબકતા 66 લોકોના મોત
December 31, 2024
આફ્રિકન દેશ ઈથોપિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ટ્રક પુલ પરથી નદીમાં નીચે ખાબકતા 64 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 2 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.
ટ્રકમાં સવાર લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક જૂની અને જર્જરિત હાલતમાં હતી, જેના કારણે પુલ પસાર કરતી વખતે તેણે સંતુલન ગુમાવ્યું હતું અને નદીમાં પડી હતી. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે.
રાહત અને બચાવ કામગીરીમાં સમય લાગતા સ્થિતિ વધારે ગંભીર બની હતી. ઘાયલ લોકોને તાત્કાલિક મદદ ન મળી, જેના કારણે મૃત્યુઆંક વધી ગયો અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓને સારી સારવાર માટે મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પુલ અને આસપાસના રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે. તેમણે અગાઉ પણ આ જગ્યાને સુરક્ષિત બનાવવા માટે લોકોએ માગ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
Related Articles
અમેરિકામાં નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ, ઉજવણી કરનારા પર ટ્રક ફેરવી, મૃતકાંક વધીને 15એ પહોંચ્યો
અમેરિકામાં નવા વર્ષનો લોહિયાળ પ્રારંભ, ઉ...
અમેરિકામાં વધુ એક મોટી ઘટના, ન્યુયોર્કમાં નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર, 11થી વધુ ઘાયલ
અમેરિકામાં વધુ એક મોટી ઘટના, ન્યુયોર્કમા...
Jan 02, 2025
લોસ એન્જેલસ એરપોર્ટ પર બે વિમાન ટકરાતા બચ્યા
લોસ એન્જેલસ એરપોર્ટ પર બે વિમાન ટકરાતા બ...
Jan 01, 2025
નવું વર્ષ 2025નાં પ્રારંભે વિશ્વની વસ્તી રેકોર્ડ બ્રેક 8.09 અબજ થઈ
નવું વર્ષ 2025નાં પ્રારંભે વિશ્વની વસ્તી...
Jan 01, 2025
સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા વર્ષની ઉજવણી કરી
સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં 16 વખત નવા...
Jan 01, 2025
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, મસ્જિદ પર રોકેટ છોડ્યા
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, મ...
Dec 31, 2024
Trending NEWS
01 January, 2025
01 January, 2025
01 January, 2025
01 January, 2025
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
31 December, 2024
Jan 02, 2025