નવા વર્ષે મોંઘવારીનો માર : ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો ઝીંક્યો

January 01, 2025

નવું વર્ષ 2025ના આગમન સાથે ગુજરાત ગેસ કંપનીએ CNG ભરાવતા અનેક વાહનચાહકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી CNG કારના માલિકો તેમજ રિક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.

ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે. 

આમ કંપનીએ છેલ્લા છ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો કરી નવા વર્ષે વાહન ચાલકોને ઝટકો આપ્યો છે. આ પહેલા કંપનીએ પહેલી ડિસેમ્બર-2024ના રોજ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. તે વખતે કંપનીએ છ મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો કર્યો કરી એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે ભાવ 77.76 પર પહોંચી ગયો હતો. આમ કંપનીએ નવા વર્ષે ભાવ વધારો કરતા હવે સીએનજીનો ભાવ 79.26 પર પહોંચી ગયો છે.