Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આપઘાતની ચોંકાવનારી ઘટના, CISF જવાને પોતાને ગોળી મારી જીવન ટુંકાવ્યું

January 04, 2025

સુરત : સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટની પર આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઇ પોતાની બંદૂક વડે પેટના ભાગે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશનસિંહે બાથરૂમમાં જઈ બંદૂકથી પેટના ભાગે ગોળી મારી હતી. ઘટનાની જાણ થતા જ અન્ય જવાનો તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ જવાને ક્યા કારણોસર આપઘાત તેનું કારણ જણવા મળ્યું નથી. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.